Corona Vaccine : શું હવે કોરોનાની નોઝલ વેક્સિન આવશે ? વેક્સિનના બુસ્ટર ડોઝને લઈને આવ્યું મહત્વનું નિવેદન

|

Nov 11, 2021 | 9:28 AM

ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલ્લાએ કહ્યું કે અમે નાકથી આપનારી રસી લાવી રહ્યા છીએ. કોવેક્સિનનો બીજો ડોઝ નાકથી આપી શકાય કે કેમ તે અમે વિચારી રહ્યા છીએ, જે વ્યૂહાત્મક અને વૈજ્ઞાનિક રીતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Corona Vaccine : શું હવે કોરોનાની નોઝલ વેક્સિન આવશે ? વેક્સિનના બુસ્ટર ડોઝને લઈને આવ્યું મહત્વનું નિવેદન
Corona Vaccine

Follow us on

ભારતમાં કોરોના વેક્સિનેશનની (Corona Vaccination) કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. ભારત બાયોટેકના(Bharat Biotech)  ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ક્રિષ્ના એલાએ(Krishna Ella) બુધવારે કહ્યું કે કોરોના વેક્સિનના બીજા ડોઝના છ મહિના પછી ત્રીજો ડોઝ આપવો જોઈએ અને આ સૌથી યોગ્ય સમય છે. આ સાથે જ તેમણે નોઝલ વેક્સિનના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે એ પણ રેખાંકિત કર્યું કે તેમની કંપની ‘Zika’ રસી બનાવનારી વિશ્વની પ્રથમ કંપની છે.

ક્રિષ્ના એલાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોવેક્સિનની રસી આપવીએ ભારતીય વિજ્ઞાનમાં તેમની શ્રદ્ધા દર્શાવે છે. તેમણે કહ્યું કે ત્રીજો ડોઝ બીજા ડોઝના છ મહિના પછી જ આપવો જોઈએ. ત્રીજા ડોઝ માટે આ શ્રેષ્ઠ સમય છે. ભારત બાયોટેક બૂસ્ટર ડોઝ તરીકે નાકની રસી રજૂ કરવાનું પણ વિચારી રહી છે. આ રસીના મહત્વ અંગે તેમણે કહ્યું કે આખી દુનિયા આવી રસીઓ ઈચ્છે છે. ચેપ અટકાવવાનો આ એકમાત્ર રસ્તો છે. દરેક વ્યક્તિ ઇમ્યુનોલોજી શોધવાનો પ્રયાસ કરી રહ્યો છે અને સદભાગ્યે ભારત બાયોટેકે તે શોધી કાઢ્યું છે.

ભારત બાયોટેકે ઝિકા વાયરસની રસી વિકસાવી – ક્રિષ્ના એલા

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ક્રિષ્ના એલાએ કહ્યું કે અમે નોઝલ વેક્સિન લાવી રહ્યા છીએ. અમે જોઈ રહ્યા છીએ કે કોવેક્સિનનો બીજો ડોઝ નાકથી આપી શકાય કે કેમ, જે વ્યૂહાત્મક અને વૈજ્ઞાનિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જો તમે બીજો ડોઝ નાક દ્વારા આપો છો, તો તમે ચેપને ફેલાતા અટકાવશો. ઝિકા રસી અંગે એલાએ કહ્યું કે ભારત બાયોટેકે ઝિકા વાયરસની રસી બનાવી છે. પ્રથમ તબક્કો પૂર્ણ થયો છે. સરકારે વધુ ટેસ્ટ કરવા પડશે, કારણ કે કેસ વધુ છે. તેમણે કહ્યું કે અમે 2014માં ઝીકાની રસી બનાવનારી વિશ્વની પ્રથમ કંપની હતી. અમે ઝિકા રસીની વૈશ્વિક પેટન્ટ માટે અરજી કરનાર સૌપ્રથમ હતા.

દેશમાં રસીકરણનો દર વધારવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં હર ઘર દસ્તક અભિયાન શરૂ કર્યું છે. કેન્દ્ર સરકાર આ વિશેષ અભિયાનની સમીક્ષા કરવા ગુરુવારે રાજ્યો સાથે બેઠક કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ રસીના કવરેજને લઈને રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓની આ બેઠક બોલાવી છે.

કેન્દ્ર સરકાર આ બેઠકમાં દેશભરમાં હર ઘર દસ્તક અભિયાનની સ્થિતિ શું છે તેની સમીક્ષા કરશે. હર ઘર દસ્તક અભિયાન અંતર્ગત લોકોને ઘરે ઘરે રસી આપવામાં આવી રહી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : Boney Kapoor Birthday: બોની કપૂર શ્રીદેવી સાથે કરવા માંગતા હતા લગ્ન, પરંતુ તેને રાખડી બંધાવવાની ફરજ પડી

આ પણ વાંચો : Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

Next Article