
સમલૈંગિક લગ્નનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે. સમલૈંગિક લગ્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં લાંબા સમયથી ચર્ચામાં છે. ભારતમાં સેમ સેક્સ લગ્નને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ સમલૈંગિક લગ્નને માન્યતા આપવાનો મુદ્દો કાનૂની લડાઈમાં ફસાઈ ગયો છે. વિશ્વના 32 દેશોમાં આવા લગ્નને કાનૂની માન્યતા મળી છે.
આ પણ વાચો: કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને સમલૈંગિક લગ્નનો કર્યો વિરોધ, 5 પોઈન્ટ્સમાં સમજો
સુપ્રીમ કોર્ટે 2018માં ચુકાદો આપ્યો હતો કે સમલૈંગિકતા ગુનો નથી. કોર્ટે આઈપીસીની કલમ 377 પર ચુકાદો આપતાં સમલૈંગિકતાને અપરાધની શ્રેણીમાંથી બહાર રાખ્યો હતો. તે એક મોટું પગલું હતું, પરંતુ પછી એક પ્રશ્ન પણ ઉભો થયો. જો બે સમલૈંગિક લોકોને સાથે રહેવાનો કાયદેસર અધિકાર છે તો પછી તેઓ એકબીજા સાથે લગ્ન કરવાનો પ્રશ્ન શા માટે?
આ પ્રશ્ન માત્ર અધિકારો, કાયદાઓ અને ન્યાય સાથે સંબંધિત નથી, પરંતુ તે ઘણા લોકોના જીવન સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. સમલૈંગિક લગ્નને માન્યતા આપવા માટેની અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ અરજીઓમાં માગ કરવામાં આવી છે કે સમલૈંગિક લગ્નને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ કાયદેસરની પરવાનગી આપવામાં આવે.
નેધરલેન્ડ વિશ્વનો પહેલો દેશ છે, જ્યાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવામાં આવી હતી. 2015માં અમેરિકાએ પણ સમલૈંગિક લગ્નને મંજૂરી આપી હતી. તે નિર્ણયમાં જસ્ટિસ એન્થોની કેનેડીએ કહ્યું કે, જે લોકો લગ્નના અધિકાર માટે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે તેઓ વાસ્તવમાં લગ્નનું સન્માન કરે છે. લગ્ન એ વિશ્વની સૌથી જૂની રિતોમાનું એક છે. આ લોકો તેમાંથી બહાર આવવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે તેમને પણ લગ્નજીવનનો આનંદ અને સંતોષ મળે.
અગાઉની પેઢીઓ સ્વતંત્રતાના તમામ પાસાઓથી વાકેફ ન હતી. નવી પેઢીએ તમામ લોકોની સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરવું પડશે. આ પછી ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડમાં પણ આવા લગ્નોને માન્યતા આપવામાં આવી. ઓસ્ટ્રેલિયામાં 2017ના લોકમત બાદ સંસદે સમલૈંગિક લગ્નોને માન્યતા આપતો કાયદો પસાર કર્યો હતો.
આયર્લેન્ડ અને સ્વિટ્ઝર્લેન્ડે પણ લગ્નોને ઔપચારિક માન્યતા આપી હતી. ત્યારે દક્ષિણ આફ્રિકા 2006માં સમલૈંગિક લગ્નોને કાયદેસર બનાવનાર પ્રથમ આફ્રિકન દેશ હતો. તાઇવાન વર્ષ 2019માં સમલૈંગિક લગ્નને માન્યતા આપનારો પ્રથમ એશિયન દેશ બન્યો હતો. આ યાદીમાં બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ફિનલેન્ડ, સ્વીડન, આઇસલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, ચિલી, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, નોર્વે, સ્પેન પણ સામેલ છે.
Published On - 4:41 pm, Mon, 13 March 23