કેન્દ્રીય કેબિનેટે કાપડ ઉદ્યોગ માટે MITRA યોજનાને મંજુરી આપી, દેશમાં 7 મોટા ટેક્ષ્ટાઇલ પાર્ક બનશે
PM-Mitra યોજના હેઠળ દેશમાં 7 ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે અને લગભગ 21 લાખ લોકોને આ ટેક્સટાઇલ પાર્કમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે.
DELHI : કેન્દ્ર સરકારે આજે કાપડ ઉદ્યોગને મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં કાપડ ઉદ્યોગ માટે MITRA (Mega Integrated Textile Region and Apparel)યોજનાને મંજુરી આપવામાં આવી છે. આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષમાં 4445 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ યોજનાથી ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં મોટા ફેરફારની અપેક્ષાઓ છે. દેશના વિવિધ રાજ્યોમાં 7 મેગા ઇન્ટીગ્રેટેડ ટેક્ષ્ટાઇલ પાર્ક બનશે. જેનાથી 7 લાખ લોકોને પ્રત્યક્ષ અને 21 લાખ લોકોને અપ્રત્યક્ષ રોજગારી મળશે. આ યોજના અંગે 10 રાજ્યોએ ઈચ્છા દર્શાવી છે. ટેક્ષ્ટાઇલ પાર્ક તૈયાર કરવા માટે લગભગ 1700 કરોડ ખર્ચ કરવામાં આવશે. આ દરેક પાર્ક 1000 એકરમાં બનશે.
PM-Mitra યોજના હેઠળ દેશમાં 7 ટેક્સટાઇલ પાર્ક બનાવવામાં આવશે અને લગભગ 21 લાખ લોકોને આ ટેક્સટાઇલ પાર્કમાંથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર મળશે. તમિલનાડુ, પંજાબ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, આસામ, કર્ણાટક, મધ્યપ્રદેશ અને તેલંગાણાની સરકારોએ મિત્રા-પાર્ક વિકસાવવામાં રસ દાખવ્યો છે.
કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે અર્થતંત્રના ક્ષેત્રમાં મજબૂત પકડ માટે 5-F ને પકડવાની વાત થઈ હતી. 5-F એટલે ફાઈબર ટુ ફાર્મ, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન અને ફેશન ફોરેન. આ બધી કડીઓ એકસાથે મૂલ્ય સાંકળને મજબૂત બનાવે છે, પરંતુ હવે તે બધા અલગ છે.
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
