સરકારે આ કઠોળ ઉપર કૃષિ સેસમાં કર્યો અડધો ઘટાડો, ખેડુતો અને સામાન્ય લોકો પર થશે સીધી અસર

|

Jul 26, 2021 | 10:24 PM

નાણામંત્રી નિર્મલા સીતારામને રાજ્યસભામાં જણાવ્યુ હતુ કે, દાળ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 10% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. આ નિયમ અમેરિકા સિવાયના દેશોમાં લાગુ થશે.

સરકારે આ કઠોળ ઉપર કૃષિ સેસમાં કર્યો અડધો ઘટાડો, ખેડુતો અને સામાન્ય લોકો પર થશે સીધી અસર
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

સરકારે દાળ પરના કૃષિ સેસ ઘટાડ્યા છે. અગાઉ દાળ પરનો કૃષિ સેસ 20 ટકા હતો, જે ઘટાડીને 10 ટકા કરાયો છે. અમેરિકા સિવાય અન્ય દેશોમાંથી એક્સપોર્ટ ડ્યુટી પણ નાબૂદ કરવામાં આવી છે. દાળ પરની ઈમ્પોર્ટ ડ્યુટી પણ ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે.

તાજેતરમાં સરકારે આયાતકારોને કઠોળની સ્ટોક મર્યાદામાંથી મુક્તિ આપવાનો નિર્ણય લીધો હતો. આ સાથે, મિલ્સ, જથ્થાબંધ વેપારીઓ માટે પણ નિયમો હળવા કરવામાં આવ્યાં હતાં. કઠોળના ભાવમાં નરમાઇ અને રાજ્યોના પ્રતિનિધિઓના અભિપ્રાય મળ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

જથ્થાબંધ વેપારીઓ માટે સ્ટોક મર્યાદા 500 ટન હશે. કોઈપણ પ્રકારની દાળના સ્ટોક માટેની મર્યાદા 200 ટન હશે. 200 ટનથી વધારે સ્ટોક રાખી શકાશે નહી. જ્યારે, મિલો માટેની સ્ટોક મર્યાદા છ મહિનાના ઉત્પાદન અથવા 50 ટકા સ્થાપિત ક્ષમતા, જે પણ વધારે હશે. તે માન્ય ગણવામાં આવશે, છૂટક વેપારીઓ માટે સ્ટોક મર્યાદા પાંચ ટન રહેશે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

શું કર્યું સરકારે ?

આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારામને રાજ્યસભામાં જણાવ્યુ હતુ કે, દાળ પરની મૂળભૂત કસ્ટમ ડ્યુટી 10% થી ઘટાડીને શૂન્ય કરવામાં આવી છે. આ નિયમ અમેરિકા સિવાયના દેશોમાં લાગુ થશે.

જો યુ.એસ.થી દાળની આયાત કરવામાં આવે તો કસ્ટમ્સ ડ્યુટી 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે. એપ્રિલ મહિનામાં, મસૂર દાળની કિંમત 70 રૂપિયાથી વધીને 100 રૂપિયા થઈ ગઈ હતી, જેને અટકાવવા સરકારે અનેક પગલા લીધા છે. ભારત દર વર્ષે લગભગ 25 કરોડ ટન કઠોળની આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કઠોળના ભાવમાં થયેલા વધારાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે.

કઠોળના ભાવ ઘટાડવાનો પ્રયાસ

દેશમાં કઠોળના ભાવમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. કૃષિ સેસ અને આયાત ડ્યુટી ઘટાડીવાથી ભાવ ઘટશે અને સામાન્ય લોકોને સસ્તા દરે કઠોળ મળી શકશે. આયાત ડ્યુટી અને કૃષિ સેસ ઘટાડીવાથી વેપારીઓ મોટી માત્રામાં કઠોળની આયાત કરશે અને તેનાથી સપ્લાયમાં વધારો થશે.  તેથી, કઠોળના ભાવમાં ઝડપથી ઘટાડો થશે.

સ્ટોક મર્યાદા અંગે લીધેલા નિર્ણયથી પણ તેની અસર જોવા મળી છે અને કઠોળના ભાવ અગાઉની તુલનામાં નીચે આવ્યા છે. કૃષિ સેસના ઘટાડા પછી, વધુ અસર જોવા મળી શકે છે.

પહેલેથી જ કરવામાં આવી હતી તૈયારી

થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે સરકારની આંતર-મંત્રાલય બેઠકમાં કૃષિ સેસ ઘટાડવાનો નિર્ણય લઈ શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, એવા સમાચાર આવી રહ્યા છે કે હાલમાં મૈસુર દાળ પર કૃષિ સેસ 20% થી ઘટાડીને 10% કરવામાં આવ્યો છે. આ સાથે આયાત ડ્યુટી પણ ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવી છે.

એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં જે પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા, કઠોળની આયાતની મંજૂરીથી લઈને સ્ટોકની મર્યાદાની જાણકારી સહીત, તે નિર્ણયો ભાવ ઘટાડવામાં મોટી મદદ કરી શક્યા નહીં. આ પછી જ સરકારે કૃષિ સેસ ઘટાડવાનો નિર્ણય લીધો.

દાળ, કાબુલી ચણા જેવા કઠોળ પર હાલમાં 10 ટકા ડ્યુટી લાગે છે. આ સિવાય 20 થી 50 ટકા સુધી કૃષિ સેસ વસૂલવામાં આવે છે. નિષ્ણાતો માને છે કે કઠોળની આયાત ઝડપી બનાવવા માટે સરકારે સેસ ઘટાડવાનો નિર્ણય લીધો જેથી મોટી માત્રામાં કઠોળની આવક વધી શકે અને ભાવને નિયંત્રિત કરી શકાશે.

આ પણ વાંચો :  Raj Kundra Case: રાજકુન્દ્રાના કાળા નાણાનું સત્ય ED લાવશે બહાર, PNB બેન્કમાં છુપાયું છે રહસ્ય

Next Article