Pakistan: PoK એસેમ્બલીએ અમિત શાહના પ્રસ્તાવનું કર્યું સમર્થન, પાકિસ્તાન ગુસ્સે ભરાયું

|

Apr 04, 2023 | 6:19 PM

પાકિસ્તાનના કટપૂતળી અને પીઓકેના કથિત પીએમ સરદાર તનવીર ઈલ્યાસ ખાન ભારતના ગૃહપ્રધાન અમિત શાહના પ્રસ્તાવને સમર્થન આપતી તેમની એસેમ્બલી પર ગુસ્સે ભરાયા છે. ઈલ્યાસ ખાને તપાસના આદેશ આપ્યા છે. તેમણે કાશ્મીરના અલગતાવાદી સંગઠન હુર્રિયતના નેતાઓ સાથે વાતચીતમાં આ નિવેદન આપ્યું હતું.

Pakistan: PoK એસેમ્બલીએ અમિત શાહના પ્રસ્તાવનું કર્યું સમર્થન, પાકિસ્તાન ગુસ્સે ભરાયું
Image Credit source: Google

Follow us on

પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK) અને જમ્મુ અને કાશ્મીર વચ્ચે કરતારપુર-શૈલીનો કોરિડોર ખોલવાની માંગ કરતી વિધાનસભામાં ઠરાવ પસાર કરવા અંગેના તથ્યોની તપાસ કરશે. પાકિસ્તાની મીડિયાએ આ જાણકારી આપી છે. પાકિસ્તાનના કટપૂતળી અને PoKના કહેવાતા વડા પ્રધાન સરદાર તનવીર ઇલ્યાસ ખાને જણાવ્યું હતું કે, ઠરાવને અપનાવવા અંગેના તથ્યોની ખાતરી કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે. આ પહેલા ભારતના ગૃહમંત્રી અમિત શાહે શારદા પીઠ માટે કાશ્મીર અને PoK વચ્ચે કોરિડોર ખોલવાની વાત કરી હતી.

આ પણ વાચો: Pakistan Egypt Crisis: પાકિસ્તાન હોય કે ઈજીપ્ત  કોઈને પણ નહીં આપે બિનશરતી પૈસા, સાઉદી અરેબિયાની જાહેરાતથી ગરીબ મુસ્લિમ દેશો મુશ્કેલીમાં

ઠરાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી

પાકિસ્તાની ન્યુઝપેપર ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ તેમણે હુર્રિયત નેતાઓ માટે આયોજિત રાત્રિભોજનમાં તેમના ભાષણ દરમિયાન આ વાત કહી. ખાને વિધાનસભામાં રજૂ કરાયેલા ઠરાવ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે તથ્ય-શોધની તપાસ ચાલી રહી છે અને ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. 22 માર્ચે જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં મા શારદા દેવી મંદિરનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરતી વખતે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે શારદા પીઠ ભારતના સાંસ્કૃતિક, ધાર્મિક અને શૈક્ષણિક વારસાનું ઐતિહાસિક કેન્દ્ર રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

કલમ 370 પુનઃસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે પાકિસ્તાન

અમિત શાહે જાહેરાત કરી હતી કે કરતારપુર કોરિડોરની જેમ જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર ભક્તો માટે શારદા પીઠ ખોલવા તરફ આગળ વધશે. તેમણે કહ્યું કે કલમ 370 નાબૂદ કર્યા પછી, વડાપ્રધાનના પ્રયાસોને કારણે કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થઈ છે અને કાશ્મીર ઘાટી અને જમ્મુ ફરી એકવાર તેમની જૂની પરંપરામાં પાછા આવી રહ્યા છે. મંત્રીએ એમ પણ કહ્યું કે, શારદા પીઠને એક સમયે ભારતીય ઉપખંડમાં જ્ઞાનનું કેન્દ્ર માનવામાં આવતું હતું, જ્યાં દેશભરમાંથી વિદ્વાનો શાસ્ત્રો અને આધ્યાત્મિક જ્ઞાનની શોધમાં અહીં આવતા હતા.

ઈમરાન ખાને વાતચીત માટે આ શરત રાખી

પાકિસ્તાનની શાહબાઝ સરકાર હાલમાં રાજકીય સંકટમાં ફસાઈ ગઈ છે. શાહબાઝ શરીફે UAEની તેમની મુલાકાત દરમિયાન PM મોદીને ફરી વાતચીત શરૂ કરવા વિનંતી કરી હતી. જોકે, બાદમાં જ્યારે ઈમરાન ખાનની પાર્ટીએ તેમને ઘેરી લીધા તો તેઓ પલટાઈ ગયા. પાકિસ્તાન વારંવાર કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા છે. ઈમરાન ખાને વાતચીત માટે આ શરત રાખી છે.

 

                                રાષ્ટ્રીય સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

                                              દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

Next Article