Viral Video: આ તો હદ થઈ ગઈ ! મોઢા પર ત્રિરંગો દોર્યો હોવાથી યુવતીને સુવર્ણ મંદિરમાં પ્રવેશ મળ્યો નહિં, કહ્યું કે આ પંજાબ છે ભારત નથી

અમૃતસરના સુવર્ણ મંદિરમાં એક યુવતીને પ્રવેશતા અટકાવવામાં આવી હતી. યુવતી મોઢા પર ત્રિરંગાનો રંગ લગાવીને ગઈ હતી. જ્યારે તે ગોલ્ડન ટેમ્પલ પહોંચી તો પાઘડી પહેરેલા એક વ્યક્તિએ તેને રોકી અને તેને દર્શન કરવા દીધા નહોતા. તેણે છોકરીને કહ્યું- આ પંજાબ છે, ભારત નથી.

Viral Video: આ તો હદ થઈ ગઈ ! મોઢા પર ત્રિરંગો દોર્યો હોવાથી યુવતીને સુવર્ણ મંદિરમાં પ્રવેશ મળ્યો નહિં, કહ્યું કે આ પંજાબ છે ભારત નથી
ત્રિરંગો દોર્યો હોવાથી સુવર્ણ મંદિરમાં પ્રવેશ મળ્યો નહિં
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Apr 18, 2023 | 1:17 AM

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ક્યારે બની તે હજુ સ્પષ્ટ થયું નથી. યુવતી હરિયાણાની છે અને તેને રોકનાર વ્યક્તિ શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ની કર્મચારી હોવાનું કહેવાય છે. જો કે, તેમના SGPC કર્મચારી હોવા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન નથી.

આ પણ વાચો: VIRAL VIDEO: લગ્ન ફેરા પહેલા પંડિતજીએ કહી આવી વાત, વરરાજાનું મોંઢુ જોવા જેવું થયું, તો દુલ્હન ખુશ થઈ ગઈ

શીખે વીડિયોમાં કહ્યું- ચહેરા પર ત્રિરંગો એટલે રોકવામાં આવી

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે યુવતી તેના હરિયાણવી પાર્ટનર સાથે એક શીખ પાસે પહોંચે છે. તે કહે છે કે આ જ વ્યક્તિએ તેને સુવર્ણ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યો હતો. છોકરી સાથે આવેલ વ્યક્તિ શીખને પૂછે છે- તેં છોકરીને જવાથી કેમ રોકી?

 

 

શીખે જવાબ આપ્યો – તેણે પોતાના ચહેરા પર ત્રિરંગો બનાવ્યો છે, તેથી તેને અટકાવી છે.

છોકરીના સાથીએ ફરીથી પૂછ્યું – શું આ ભારત નથી, તો શીખે જવાબ આપ્યો – આ ભારત નથી. આ પંજાબ છે, ભારત નથી.

યુવતી શીખ સાથે વાત કરતી તેનો વીડિયો પણ બનાવી રહી હતી. વીડિયો બનાવતા તે ચિડાઈ ગયો. ભારત અને પંજાબની વાત પર છોકરી ગુસ્સામાં કહે છે કે આ શું બકવાસ છે. આના પર અન્ય વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને તેણે યુવતીનો મોબાઈલ છીનવવાનો પ્રયાસ કર્યો. મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

એસજીપીસીએ કહ્યું- અહીં કોઈ પણ જાતિ-ધર્મ-દેશના વ્યક્તિ રોકવામાં આવ્યા નથી

એસજીપીસીએ કહ્યું કે સુવર્ણ મંદિર શ્રી ગુરુ રામદાસજીનો દરબાર છે. આમાં કોઈપણ જાતિ, ધર્મ, દેશની વ્યક્તિને આવતા અટકાવવામાં આવતી નથી અને રોકી શકાતા નથી. એસજીપીસીના મહાસચિવ ગુરચરણ ગ્રેવાલે કહ્યું કે છોકરી સાથે બનેલી ઘટના ખેદજનક છે.

બલિદાન શીખોએ ત્રિરંગા અને દેશની આઝાદી માટે આપ્યા હતા

તેણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો સામે પણ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું કે આ ઘટનાને મુદ્દો બનાવનારા લોકોએ યાદ રાખવું જોઈએ કે 100માંથી 90 બલિદાન શીખોએ ત્રિરંગા અને દેશની આઝાદી માટે આપ્યા હતા. શીખોએ જ વિશ્વમાં તિરંગાનું ગૌરવ વધાર્યું છે.