ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયનની 100મી જન્મશતાબ્દી નિમિતે ‘નેશનલ મિલ્ક ડે’ ની ઉજવણી

|

Nov 26, 2021 | 2:30 PM

ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા વર્ગીસ કુરિયને દેશને વિશ્વમાં દૂધના મોટા પાયે ઉત્પાદકોમાં સ્થાન આપ્યું છે. દૂધ ક્રાંતિના પિતા ભારતમાં લોકપ્રિય ડેરી બ્રાન્ડ અમૂલના સ્થાપક પણ છે. આજે, દૂધના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં કુરિયનના યોગદાનને યાદ કરીને તેમની 100મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છે.

ભારતમાં શ્વેત ક્રાંતિના જનક ડો. વર્ગીસ કુરિયનની 100મી જન્મશતાબ્દી નિમિતે નેશનલ મિલ્ક ડે ની ઉજવણી
Milk Man of India

Follow us on

પશુપાલન (Animal Husbandry)અને ડેરી વિભાગ 26મી નવેમ્બર 2021ના રોજ ડો. વર્ગીસ કુરિયન (Milk Man of India)ની જન્મશતાબ્દી (100th birth centenary)ની ઉજવણી નિમિત્તે ટી.કે પટેલ ઓડિટોરિયમ, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, (NDDB)કેમ્પસ ખાતે “નેશનલ મિલ્ક ડે” ની ઉજવણી કરવામાં આવી છે.

આણંદમાં સવારે 10:00 વાગ્યાથી બપોરે 2.00 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલ્યો હતો. જેમાં કાર્યક્રમનું આયોજન નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ અને અન્ય સંસ્થાઓ સાથે સંયુક્ત રીતે કરવામાં આવ્યુ હતુ, વિભાગ દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની સપ્તાહભરની ઉજવણી ‘નેશનલ મિલ્ક ડે’ દિવસની ઉજવણી સાથે પૂર્ણ થશે.

‘નેશનલ મિલ્ક ડે’ શા માટે ઉજવવામાં આવે છે ?

રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન
ભારતના 100 રૂપિયા ઇન્ડોનેશિયામાં જઈ કેટલા થઈ જાય ?

આ વર્ષે ભારત ડૉ. કુરિયનની 100મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. ત્યારે આ દિવસ વ્યક્તિના જીવનમાં દૂધના મહત્વની ઉજવણી છે. અને દૂધ અને દૂધ ઉદ્યોગને લગતા ફાયદાઓને પ્રોત્સાહન આપવા અને દૂધ અને દૂધની બનાવટોના મહત્વ વિશે લોકોમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

કોણ હતા મિલ્ક મેન ડો. વર્ગીસ કુરિયન ?

2014 થી 26 નવેમ્બરને ભારતની શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા ડૉ. કુરિયનના જન્મદિવસની યાદમાં ‘નેશનલ મિલ્ક ડે’ તરીકે ઉજવવામાં આવે છે. બહુ ઓછા લોકો જાણે છે કે ડો. વર્ગીસ કુરિયને 30 જેટલી સંસ્થાઓ પણ સ્થાપી જે તમામ ખેડૂતો દ્વારા ચલાવવામાં આવે છે. ભારતમાં શ્વેત ક્રાંતિના પિતા તરીકે ઓળખાતા વર્ગીસ કુરિયને દેશને વિશ્વમાં દૂધના મોટા પાયે ઉત્પાદકોમાં સ્થાન આપ્યું છે.

દૂધ ક્રાંતિના પિતા ભારતમાં લોકપ્રિય ડેરી બ્રાન્ડ અમૂલના સ્થાપક પણ છે. આજે, દૂધના ઉત્પાદનમાં ભારતને આત્મનિર્ભર બનાવવામાં કુરિયનના યોગદાનને યાદ કરીને તેમની 100મી વર્ષગાંઠ ઉજવવામાં આવી રહી છેં 26 નવેમ્બર, 1921ના રોજ જન્મેલા કુરિયને દેશમાં કૃષિ-ઉદ્યોગને બદલી નાખ્યો છે.

ભારતે 1988માં વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક તરીકે યુનાઇટેડ સ્ટેટ્સને પાછળ છોડી દીધું. કેરળના કોઝિકોડ જિલ્લામાં જન્મેલા કુરિયનને ભારતની શ્વેત ક્રાંતિના આર્કિટેક્ટ તરીકે ગણવામાં આવે છે. તેણે આ સિદ્ધિ એવા સમયે હાંસલ કરી જ્યારે દેશ તેની ખાદ્ય સુરક્ષાને લઈને અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યો હતો.

કુરિયન, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સ્થાપક-ચેરમેન (1965-98) ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF) (1973-2006) ના ચેરમેન પણ હતા. તેમણે ગ્રામીણ વ્યવસ્થાપન સંસ્થા (1979-2006)નું પણ નેતૃત્વ કર્યું, સહકારી સંસ્થાઓ દ્વારા ખેડૂતોને સશક્તિકરણ કરવાના હેતુ માટે તેમનું જીવન સમર્પિત કર્યું.

અમૂલના વર્ક મોડલના આધારે, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) ની રચના તત્કાલિન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કરી હતી. વર્ગીસ કુરિયને NDDB ના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો અને 1970 માં ‘ઓપરેશન ફ્લડ’ શરૂ કર્યું જે વિશ્વના સૌથી મોટા ડેરી વિકાસ કાર્યક્રમ તરીકે જાણીતું હતું.

ફિલ્મ નિર્માતા, શ્યામ બેનેગલે ભારતમાં દૂધ ચળવળ અને તેની પાછળના વ્યક્તિ વર્ગીસ કુરિયન પર ‘મંથન’ નામની ફિલ્મ બનાવી. વર્ગીસ કુરિયનનું 90 વર્ષની વયે 9 સપ્ટેમ્બર, 2012ના રોજ ગુજરાતમાં ટૂંકી બીમારી બાદ અવસાન થયું.

આ પણ વાંચો:  જામનગરના આ ખેડૂતોએ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી અપનાવી ખર્ચ ઘટાડાની સાથે મેળવ્યું સારૂ ઉત્પાદન

આ પણ વાંચો: અહીં થયું ખેતી માટે પ્રથમ ડ્રોન ટ્રાયલ, આ કંપનીએ કરી પહેલ, કૃષિ મંત્રીએ કરી પ્રશંસા

Next Article