મહામારીએ વિશ્વને ઘણું શીખવ્યું, ભારતે આ સમસ્યાનું પોતાની તાકાતથી નિવારણ કર્યું: PM મોદી

|

Sep 30, 2021 | 12:27 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા CIPET: Institute of Petrochemicals Technology નું ઉદ્ઘાટન કર્યું છે.

મહામારીએ વિશ્વને ઘણું શીખવ્યું, ભારતે આ સમસ્યાનું પોતાની તાકાતથી નિવારણ કર્યું: PM મોદી
Narendra Modi

Follow us on

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જયપુરમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા CIPET: Institute of Petrochemicals Technology નું ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે કહ્યું, ‘રોગચાળાએ વિશ્વને ઘણું શીખવ્યું છે. ખાસ કરીને હેલ્થ સેક્ટર વિશે. દરેક દેશ પોતાની રીતે આ સમસ્યાનો સામનો કરવામાં વ્યસ્ત છે. ભારતે આ સમસ્યાને પોતાની તાકાત અને પ્રતિબદ્ધતા સાથે હલ કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કર્યો. તેમણે ‘સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી (CIPET)’ નું ઉદ્ઘાટન પણ કર્યું. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, ભારતે કોવિડ આપત્તિમાં આત્મનિર્ભર બનવાનો સંકલ્પ કર્યો છે. રાજસ્થાનમાં 4 મેડિકલ કોલેજોના નિર્માણનો કાર્યક્રમ અને પેટ્રોકેમિકલ્સ ટેકનોલોજી સંસ્થાનું ઉદ્ઘાટન આ દિશામાં મહત્વનું પગલું છે.

રાજસ્થાનના બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસા જિલ્લામાં ચાર નવી મેડિકલ કોલેજોનો શિલાન્યાસ કરતા પીએમ મોદીએ કહ્યું કે, “2014 થી, રાજસ્થાનમાં કેન્દ્ર સરકાર દ્વારા 23 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે, જેમાંથી 7 મેડિકલ કોલેજો શરૂ કરવામાં આવી છે. આજે બાંસવાડા, સિરોહી, હનુમાનગઢ અને દૌસામાં નવી મેડિકલ કોલેજોનું નિર્માણ શરૂ થયું છે.

CIPET શું છે?
ભારત સરકારે રાજસ્થાન સરકાર સાથે મળીને CIPET: ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ ટેકનોલોજી, જયપુરની સ્થાપના કરી છે. તે આત્મનિર્ભર અને પેટ્રોકેમિકલ અને સંલગ્ન ઉદ્યોગોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સમર્પિત છે. તે યુવાનોને કુશળ તકનીકી વ્યાવસાયિકો બનવા માટે શિક્ષણ પ્રદાન કરશે.

પીએમ મોદીએ કહ્યું, 100 વર્ષના સૌથી મોટા રોગચાળાએ વિશ્વના આરોગ્ય ક્ષેત્રને ઘણું શીખવ્યું છે. દરેક દેશ પોતાની રીતે આ સંકટનો સામનો કરવામાં વ્યસ્ત છે. ભારતે આ આફતમાં આત્મનિર્ભરતા અને તેની ક્ષમતા વધારવાનો સંકલ્પ કર્યો છે.

રાજસ્થાનની આ 4 મેડિકલ કોલેજોને ‘કેન્દ્રિય પ્રાયોજિત યોજના હેઠળ જિલ્લા / રેફરલ હોસ્પિટલો સાથે જોડાયેલી નવી મેડિકલ કોલેજોની સ્થાપના’ માટે મંજૂર કરવામાં આવી છે. મેડિકલ કોલેજોની સ્થાપનામાં પછાત જિલ્લાઓને પ્રાધાન્ય આપવામાં આવે છે. યોજનાના ત્રણ તબક્કાઓ હેઠળ દેશભરમાં 157 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : કપિલ સિબ્બલના ઘર બહાર કોંગ્રેસના કાર્યકરોએ કરી ગુંડાગીરી, આનંદ શર્માએ કહ્યુ દોષિતો સામે સોનિયા ગાંધી પગલા ભરે

આ પણ વાંચો : Bhawanipur Bypoll: ભવાનીપુરમાં ભાજપ-ટીએમસી વિવાદ, કલમ 144 છતાં દુકાનો ખુલ્લી, ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો

Published On - 12:12 pm, Thu, 30 September 21

Next Article