વિકાસના કામોને લઈ લોકોમાં ગુસ્સો કેટલો છે તેનું એક ઉદાહરણ આગરા(Agra)ની આ ઘટના છે. અહીં 55 દિવસથી આંદોલન પર બેઠા છતાં નાળા અને રસ્તાનું કામ ન થવા પર સોમવારે 86 વર્ષીય વૃદ્ધ સાથે 56 વર્ષના ખેડૂતે (Farmers)ભૂસમાધિ લીધી. આંદોલન (Agitation) દરમિયાન આ પ્રકારની ઘટનાની સૂચના મળતા જ અધિકારીઓમાં ખળભળાટ મચી ગયો.
તલાટી અને સીઓ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓએ સમજાવ્યા બાદ બંને બાહર આવી ગયા હતા. તલાટીમંત્રી અનુસાર બંને લોકોને સમાધિમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. મંગળવારથી ગટરનું બાંધકામ શરૂ થશે. નોંધપાત્ર વાત એ છે કે લગભગ એક મહિના પહેલા ખેડૂત નેતા સાવિત્રી ચાહરે પણ આ જ મુદ્દા પર જીવિત સમાધિ લીધી હતી.
હકીકતમાં, માલપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિકાસ નગરમાં ગટર બનાવવા (Sewers Demand)ની માગને લઈને ફરી એકવાર 2 લોકોએ જીવતા સમાધિ લેવાની ઘટના સામે આવી છે. અહીં ગ્રામજનો 4 વર્ષથી ગટર અને ખાડો બનાવવાની માગ કરી રહ્યા છે.
નારાજ લોકો કરી રહ્યા હતા આંદોલન
વારં-વાર આશ્વાસન બાદ પણ કામ ન થવા પર સ્થાનીક લોકોએ 55 દિવસ પહેલા અનિશ્ચિતકાળ સુધી આંદોલન શરૂ કર્યું હતું. આંદોલનકારી પાંચ દિવસ સતત સામૂહિક મૂંડન, ધારાસભ્ય હેમલતા દિવાકરની પ્રતીકાત્મક અંતિમયાત્રા અને તેરમી જેવા વિવિધ પ્રદર્શનો કર્યા હતા. આ પછી ડીએમ પ્રભુ નારાયણ સિંહે તેમને બોલાવ્યા અને કહ્યું કે 10 દિવસમાં કામ શરૂ કરવામાં આવશે.
કામ શરૂ ન થવા પર લીધી સમાધિ
ડીએમના આશ્વાસન બાદ પણ જ્યારે 10 દિવસ બાદ કામ શરૂ ન થયું તો ખેડૂતો નેતા સાવિત્રી ચાહરે જીવતા સમાધિ લઈ લીધી હતી. તેઓને પણ અધિકારીઓએ સમાજાવીને તાત્કાલિક ગટર નિમાર્ણનું આશ્વાસન આપી સમાધિમાંથી બાહર કાઢ્યા હતા. ત્યાર બાદ પણ કામ ન થવા પર 24 નવેમ્બરે ગામવાસીઓએ આગરા જગનેર રોડ જામ કર્યો હતો. ત્યારથી સતત આંદોલન ચાલી રહ્યું હતું.
હવે પાંચ ફુટના ખાડામાં લીધી સમાધિ
આંદોલન દરમિયાન 86 વર્ષીય વૃદ્ધ મહિલા કીર્તિ અમ્મા અને 56 વર્ષીય ચૌધરી પ્રેમ સિંહે સોમવારે ભુ સમાધિ લીધી હતી. પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. બંને તેમાં બેઠા. ખાડા પર લાકડાના પાટિયા રાખી અને ઉપર માટી નાખવામાં આવી હતી. ત્યારે પ્રશાસનને બે લોકોના જીવિત દફન થયાની માહિતી મળતા જ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. તલાટીમંત્રી અને સીઓ સહિતની ફોર્સ ઘટના સ્થળે પહોંચી હતી. અને તોએને સમજાવી બાહર કાઢવામાં આવ્યા હતા.
હવે પાકાં નાળાનું બાંધકામ શરૂ થશે
તલાટીમંત્રી રજનીશ બાજપાઈએ જણાવ્યું કે તેઓ ગ્રામજનોના વિરોધની જાણકારી પર તેમની સાથે વાત કરવા ગયા હતા. જેમાં ડીએમ પ્રભુનારાયણ સિંહને તેમની માંગ વિશે જાણ કરવામાં આવી છે. તેઓએ આગળ જણાવ્યું કે, દોઢ કિલોમીટર લાંબી કાચી ગટર ખોદવામાં આવી છે. કોંક્રીટનું બાંધકામ મંગળવારથી શરૂ થશે.
રોડનું બાંધકામ PWD દ્વારા કરવામાં આવશે. અકોલા બ્લોક ચીફ રાજુએ જનતાને પોતાના ભંડોળથી ગટર બનાવવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે ભૂમિ સમાધિ લેનારા બંને ગ્રામજનો સ્વસ્થ છે.
આ પણ વાંચો: Video: વીડિયો જોઈ લોકો બોલ્યા ‘લગ ગયે ભાઈ કે તો’, યુવકે જોશમાં આવી પાણીમાં છલાંગ તો લગાવી પણ..
આ પણ વાંચો: PM મોદી આજે ગોરખપુર જશે, વડાપ્રધાન બનતા પહેલા આપેલું વચન પૂરું કરશે, ખાતરની ફેક્ટરી દેશને સમર્પિત કરશે