
Vande Bharat Express: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એક સાથે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ભેટ આપવાના છે. આ 9 ટ્રેનો મુસાફરોને દેશના અનેક ધાર્મિક અને અન્ય પ્રવાસન સ્થળોની પ્રીમિયમ અને સુપરફાસ્ટ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. ક્યાંથી ક્યાં સુધી આ ટ્રેનો દોડશે, કયા રાજ્યો અને પર્યટન સ્થળોને તેનો લાભ મળશે. અહીં તમને દરેક વસ્તુ વિશે સંપૂર્ણ માહિતી મળશે.
PM મોદી જે 9 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવા જઈ રહ્યા છે તેનાથી 11 રાજ્યોને ફાયદો થશે. તેમાં રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ તેમજ કર્ણાટક, બિહાર, પશ્ચિમ બંગાળ, કેરળ, ઓડિશા, ઝારખંડ અને ગુજરાતનો સમાવેશ થાય છે. આમાથી અમુક રાજ્યોમાં ચૂંટણી પણ છે. પીએમ મોદી આ વંદે ભારત એક્સપ્રેસને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા લોન્ચ કરશે.
આ 9 વંદે ભારત ટ્રેનો દોડવાથી આ વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધરશે. અનેક ધાર્મિક અને અન્ય પ્રવાસન સ્થળોને પણ ફાયદો થશે. દેશના પ્રવાસન નકશામાં ઉદયપુર અને જયપુરની પોતાની આગવી ઓળખ છે. રેનિગુંટાથી કનેક્ટિવિટીથી તિરુપતિની મુલાકાત લેતા શ્રદ્ધાળુઓને ફાયદો થશે. તે જ સમયે, પુરી સાથે રાઉરકેલાની કનેક્ટિવિટી પણ વધુ સારી રહેશે. આ ઉપરાંત આ ટ્રેન અમદાવાદ અને જામનગરના ટૂરિસ્ટ સર્કિટમાં પ્રવાસનને પ્રોત્સાહન આપશે. જ્યારે મદુરાઈના મીનાક્ષી મંદિરની મુલાકાત લેતા ધાર્મિક પ્રવાસીઓને સુપર ફાસ્ટ કનેક્ટિવિટી મળશે.
વંદે ભારત એક્સપ્રેસ હાલમાં દેશની સૌથી ઝડપી પેસેન્જર ટ્રેનોમાંની એક છે. આ ટ્રેનો ઘણા રૂટ પર મુસાફરીનો સમય પણ 2થી 3 કલાક ઘટાડશે.
હાલમાં, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની ત્રણ જોડી પશ્ચિમ રેલવે પર દોડી રહી છે, જેમા મુંબઈ સેન્ટ્રલ – ગાંધીનગર રાજધાની, અમદાવાદ (સાબરમતી) – જોધપુર અને ઈન્દોર – ભોપાલ વંદે ભારત એક્સપ્રેસ. સુમિત ઠાકુરે વધુમાં જણાવ્યું કે આ વંદે ભારત ટ્રેનો માટે માત્ર મુસાફરો જ ગર્વ અને આનંદ અનુભવે છે એવું નથી. આ વિશ્વકક્ષાની ટ્રેનમાં પોતાની ફરજ બજાવીને રાષ્ટ્રની સેવા કરી રહેલા રેલવે કર્મચારીઓની પણ લાગણીઓ એટલી જ વહેંચાયેલી છે.