આ સમુદાયે વરરાજાને દાઢી વધારવા પર લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણી થશે આશ્ચર્ય!

|

Nov 13, 2021 | 3:14 PM

ભારતમાં કોઈ પણ ઘરમાં લગ્નએ સૌથી મહત્વનો પ્રસંગ હોય છે. અહીં અલગ-અલગ રાજ્યો અને અલગ-અલગ સમુદાયના લોકો પોતાના રીતિ-રિવાજો અને પરંપરાઓ અનુસાર લગ્ન પ્રસંગનું આયોજન કરે છે.

આ સમુદાયે વરરાજાને દાઢી વધારવા પર લગાવ્યો પ્રતિબંધ, કારણ જાણી થશે આશ્ચર્ય!
Wedding (File Pic )

Follow us on

ભારતમાં કોઈ પણ ઘરમાં લગ્ન (Wedding) એ સૌથી મહત્વનો પ્રસંગ હોય છે. અહીં અલગ-અલગ રાજ્યો અને અલગ-અલગ સમુદાયના લોકો પોતાના રીતિ-રિવાજો (Wedding Rules) અને પરંપરાઓ અનુસાર લગ્ન પ્રસંગનું આયોજન કરે છે. બદલતા સમય સાથે હવે લોકોને નવા-નવા વસ્ત્રો સાથે લગ્નના રીત રિવાજોમાં પણ બદલાવ આવ્યો છે.

આ દરમિયાન કર્ણાટક (Karnataka)માં રહેતો કોડવા સમુદાયએ લગ્ન કાર્યક્રમને લઈ એક મોટો નિર્ણય કર્યો છે. આ સમુદાય પોતાના વૈવાહિક પ્રસંગમાં શેમ્પેન, કેક કાપવાના ચલણ પર હવે સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવ્યો છે. કોડવા જેમને કૂર્ગી સમુદાયનું નામથી પણ ઓળખવામાં આવે છે. પોનમપેટે કોડવા સમાજ (Kodava Community) અને વિરાજાપેટે કોડવા સમાજનું પ્રતિનિધિત્વ કરતી બે સંસ્થાઓએ આ અઠવાડિયે એક બેઠક યોજી હતી અને લગ્નની વિધિઓમાં ફેરફાર અંગે ચર્ચા કરી હતી. આજકાલ લગ્ન સમયે કેક કટિંગ અને શેમ્પેન પોપિંગનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. કોડાવા સમુદાયે આ બંને કાર્યોને કોડાવા લગ્નોમાંથી પ્રતિબંધિત કરવાનો નિર્ણય લીધો છે.

જણાવી દઈએ કે, કોડાવા મૂળરૂપથી કર્ણાટકના કોડાગૂ જિલ્લા (Kodagu District) માં રહેતો એક વંશીય ભાષાકીય જૂથ છે. આ સમુદાયની સૌથી મોટી વિશેષતા એ છે કે આ લોકો એક સમુદાયમાં સાથે રહે છે. કર્ણાટકમાંથી ભારતીય સૈન્યમાં વધુમાં વધુ યુવાનોને મોકલવા માટે આ જાતિ સમૂહ ઓળખાય છે. તે ભારતમાં એકમાત્ર એવો સમુદાય છે કે જેને પરવાનગી વિના હથિયારો લઈ જવાની મંજૂરી આપવામાં આવી છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

વરની દાઢી પર પ્રતિબંધ

કોડાવા સમુદાયે તેની મીટિંગમાં માત્ર લગ્નોમાં કેક કાપવા અને શેમ્પેન પર પ્રતિબંધ મૂક્યો નથી, પરંતુ હવે વરરાજા માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. સમુદાયે વરરાજાની દાઢી રાખવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. કોડાવા રિવાજ મુજબ, સગાઈ પછી, વરરાજાને તેના લગ્નના દિવસ સુધી દાઢી વધારવાની મંજૂરી આપવામાં આવશે નહીં, હવે તેણે લગ્નના દિવસે ક્લીન શેવ અને ડ્રેસ અપમાં રહેવું પડશે.

મહેમાન માટે પણ નિયમો બનાવાયા

લગ્નની વિધિ અને વરરાજા માટે નિયમો બનાવવાની સાથે મહેમાનો માટે પણ કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે મહિલાઓ લગ્ન પછી વર-કન્યાને આશીર્વાદ આપવા આવે છે તેઓએ તેમના વાળ બાંધવા જરૂરી રહેશે. જો કોઈ મહિલા કપલને આશીર્વાદ આપવા માટે ખુલ્લા વાળ સાથે સ્ટેજ પર જાય છે, તો તેને આમ કરવાથી અટકાવવામાં આવશે. કોડાવા સમુદાય અનુસાર મહિલાઓ માટે આશીર્વાદ સમયે વાળ ખુલ્લા રાખવા અશુભ માનવામાં આવે છે.

આ પણ વાંચો: હવે ખેડૂતોને ખેતીની સાથેસાથે વીજળી ઉત્પન્ન કરવા સરકાર આપશે સબસીડી

આ પણ વાંચો: ખેડૂતો આ વખતે કરો ભાલીયા ઘઉંની ખેતી, પ્રોટીનથી ભરપૂર અને સ્વાદમાં મીઠા આ ઘઉંની મોટા પાયે ભારતમાંથી થાય છે નિકાસ

Published On - 2:54 pm, Sat, 13 November 21

Next Article