યુપી પોલીસની કસ્ટડીમાં રહેલા ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કરનારા આરોપીઓએ, ધડાધડ 22 ગોળીઓ છોડીને બન્નેને ઢેર કરી દીધા. અતીકને પોઈન્ટ બ્લેંક ગોળી માર્યા બાદ પણ આરોપીઓએ, સતત ગોળીબાર ચાલુ રાખ્યો હતો. અશરફ અને અતીક જે સ્થળે ઊભા હતા ત્યાં જ બન્ને લોહીથી લથબથ થઈને ઢળી પડ્યાં હતા. પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા હતા.
શહેરને ગોળીઓથી હચમચાવી દેનાર અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા બદમાશોએ પોલીસ કસ્ટડીમાંજ બંને ભાઈઓની હત્યા કરી. કહેવામાં આવી રહ્યું છે કે અતીક અને અશરફને મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે પ્રયાગરાજ મેડિકલ કોલેજ પાસે પોલીસ કસ્ટડીમાં રહેલા બંને ભાઈઓ મીડિયાને મળ્યા હતા. અશરફે તેના ગુડ્ડુ મુસ્લિમનું નામ લેતા જ ત્રણ સશસ્ત્ર બદમાશો પત્રકારોના વેશમાં આવ્યા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. જેને જોઈ પોલીસ ચોંકી ઉઠી હતી.
બદમાશોએ લગભગ 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. અતીકને બદમાશોએ પહેલી જ ગોળી મારી દીધી હતી, પરંતુ તે બચી નહિ જાય તે માટે બદમાશોએ ગોળીબાર ચાલુ રાખ્યો હતો. જોકે આ આ ઘટના બાદ પોલીસે ત્રણેય હુમલાખોરોને પકડી લીધા હતા. આ દરમિયાન હુમલાખોરો જય શ્રી રામના નારા લગાવતા હોવાની પણ વાત સામે આવી હતી.
અતીક અને અશરફને ગોળીઓથી વિખેરી નાખનારા ત્રણ બદમાશોની ઓળખ લવલેશ તિવારી, સની અને અરુણ મૌર્ય તરીકે થઈ છે. પોલીસ હવે ત્રણેયની કુંડળી શોધવામાં લાગેલી છે. બીજી તરફ ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો : 17 પોલીસ અધિકારી અને કર્મચારીઓ સસ્પેન્ડ, પ્રયાગરાજમાં ઈન્ટરનેટ બંધ, CM બંગલાની સુરક્ષા વધારી દેવામાં આવી
મહત્વની વાત એ છે કે, ઉમેશ પાલ મર્ડર કેસમાં પોલીસ ઘણા દિવસોથી અતીક અહેમદ અને અશરફની પૂછપરછ કરી રહી હતી. માફિયા અતીકના પુત્ર અસદ અને તેના ગુલામ મોહમ્મદની ગુરુવારે જ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જે બાદ હવે અતીક અને અશરફની પણ શનિવારે રાત્રે હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી છે. જેને લઈ યુ.પી માં વાતાવરણ તંગ બન્યું છે.
દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…
Published On - 7:35 am, Sun, 16 April 23