મોલને પાર્કિંગ ફી લેવાનો કોઈ અધિકાર નથી : આંધ્રપ્રદેશ જિલ્લા ગ્રાહક આયોગ

|

Mar 07, 2023 | 12:22 PM

એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હોલ કોઈપણ સત્તા વિના મૂવી જોનારાઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલતો હતો. આ રીતે પાર્કિંગ ફી વસૂલવી યોગ્ય નથી.

મોલને પાર્કિંગ ફી લેવાનો કોઈ અધિકાર નથી : આંધ્રપ્રદેશ જિલ્લા ગ્રાહક આયોગ
Image Credit source: Google

Follow us on

રજાઓના દિવસે, ઘણા લોકો મૂવી જોવા મિત્રો અને સંબંધીઓ સાથે શોપિંગ કરવા માટે મોલ અને શોપિંગ કોમ્પ્લેક્સની મુલાકાત લે છે. તેઓએ મોલના પાર્કિંગનો ઉપયોગ કરવા માટે ફી તરીકે કેટલાક પૈસા ચૂકવવા પડશે. તમે પણ મોલના પાર્કિંગ લોટનો ઉપયોગ કરવા માટે અમુક સમયે પાર્કિંગ ફી ચૂકવી હશે. પાર્કિંગ ફી બાબતે અનેક લોકોએ કોર્ટનો સંપર્ક કર્યો છે.

આ પણ વાચો: Gujarati Video : ગુજરાતમાં કમોસમી વરસાદનો માર રહેશે યથાવત્, હવામાન વિભાગે આ વિસ્તારોમાં માવઠુ થવાની કરી આગાહી

તાજેતરમાં, પાર્કિંગ ફી અંગેનો વધુ એક મુદ્દો સામે આવ્યો હતો. આ કેસમાં, આંધ્ર પ્રદેશ જિલ્લા ગ્રાહક આયોગે સિનેમા માલિકને વકીલને 5,000 રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો. વાસ્તવમાં મામલો 2019નો છે. વકીલ ફિલ્મ જોવા માટે મોલમાં ગયા હતા. મોલે તેની પાસેથી માર્કિંગ ફી તરીકે 15 રૂપિયા લીધા હતા. જેની સામે વકીલે ગ્રાહક કોર્ટમાં અરજી કરી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે હોલ કોઈપણ સત્તા વિના મૂવી જોનારાઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલતો હતો. આ રીતે પાર્કિંગ ફી વસૂલવી યોગ્ય નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ખાસ કરીને પાર્કિંગની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામો

કાયદામાં સ્પષ્ટતા ન હોવાથી લૂંટ ચલાવતા મોલના સંચાલકો – વાહનચાલકો પર વધારાનો બોજો શહેરમાં ગેરકાયદે બાંધકામો તથા ખાસ કરીને પાર્કિંગની જગ્યામાં થયેલા ગેરકાયદે બાંધકામો સામે મ્યુનિ.તંત્ર દ્વારા સીલ ઝુંબેશ શરૂ થયા બાદ મોટા શોપિંગ મોલ તથા પાર્કિંગની સુવિધા ધરાવતાં શોપિંગ સેન્ટરોમાં પાર્કિંગ ચાર્જ વસૂલ કરવામાં આવતાં નાગરિકોમાં ભારે નારાજગી ફેલાવા પામી છે.

તેને પાર્કિંગ ફી પરત કરવામાં આવતી હતી

શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા શોપિંગ મોલ વગેરેમાં મોટરકાર કે મોટરસાઇકલ મૂકવા જતાં વ્યક્તિ પાસેથી 2૦ અને 1૦ રૂપિયા પાર્કિંગ ચાર્જ વસૂલ કરાતો હતો. પરંતુ તેમાં વાહન પાર્ક કરનાર વ્યક્તિ જે તે શોપિંગ મોલમાંની કોઇ દુકાનમાંથી ખરીદી કર્યાનું બિલ બતાવે તો તેને પાર્કિંગ ફી પરત કરવામાં આવતી હતી.

ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમજ પોલીસ ટોઇંગ કરી જાય

આ અંગે મ્યુનિ.ના સત્તાવાર સૂત્રોને પૂછતાં તેમણે કહયું કે, કાયદામાં દરેક શોપિંગ સેન્ટર કે રહેણાંકની સ્કીમમાં પાર્કિંગની સ્પેસ કેટલી રાખવી તેની સ્પષ્ટ જોગવાઈ છે, પરંતુ તેની ફી વસૂલ કરી શકાય કે નહિ તેની કોઈ સ્પષ્ટતા નથી. તેવી જ રીતે અમુક ફલેટસમાં મુલાકાતીઓ કે મહેમાનોએ તેમના વાહન બહાર પાર્ક કરવા તેવી સૂચના લખેલી હોય છે. તે મુજબ રોડ ઉપર વાહન પાર્ક કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા સર્જાય તેમજ પોલીસ ટોઇંગ કરી જાય અથવા ચોરી થવાની સંભાવના હોય છે.

રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર વાહન મૂકવા માડશે

એક નાગરિકે તો મ્યુનિ.ને પત્ર પાઠવી સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાને ટાંકીને શોપિંગ મોલ તથા ફલેટસમાં પાર્કિંગ સ્પેસનાં નાણાં વસૂલ કરવામાં આવે છે તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે. પાર્કિંગ ચાર્જ લેવાતાં પોલીસની માથાકૂટ વધશે શોપિંગ મોલ વગેરેમાં પાર્કિંગનો ચાર્જ વસૂલ કરવાનું શરૂ થતા કાર ચાલકોને બાદ કરતા મોટરસાઇકલ ચાલકો પાર્કિંગની ફી ચૂકવવાને બદલે રસ્તા ઉપર કે ફૂટપાથ ઉપર વાહન મૂકવા માડશે અને તેના કારણે વાહન ટોઇંગ કરી જતાં પોલીસ કર્મચારીઓ તથા વાહનચાલકો વચ્ચે વાહન ટોઇંગ કરવાના મામલે માથાકૂટ સર્જાશે.

Next Article