Gyanvapi Case: જ્ઞાનવાપી વિવાદ સાથે જોડાયેલી અરજીઓ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટ આપશે ચુકાદો

આ કેસમાં ચુકાદાની તારીખ 28 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ પ્રકાશ પડિયાની ટ્રાન્સફર બાદ આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ પ્રિતીંકર દિવાકરની બેન્ચ કરી રહી છે. 3 અરજીઓ વારાણસી કોર્ટમાં 1991માં દાખલ કરાયેલા કેસની જાળવણી સાથે સંબંધિત છે. આ સિવાય ASIના સર્વે ઓર્ડર સામે બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટ સુનાવણી કરી રહી છે.

Gyanvapi Case: જ્ઞાનવાપી વિવાદ સાથે જોડાયેલી અરજીઓ પર આજે અલ્હાબાદ હાઈકોર્ટ આપશે ચુકાદો
| Edited By: | Updated on: Sep 12, 2023 | 6:39 AM

Gyanvapi Case:  આજે અલ્હાબાદ હાઈકોર્ટ ઉત્તર પ્રદેશના વારાણસીના જ્ઞાનવાપી વિવાદ અંગે પોતાનો ચુકાદો આપશે. અલ્હાબાદ હાઈકોર્ટ જ્ઞાનવાપી વિવાદ સાથે સંબંધિત પાંચ અરજીઓ પર એક સાથે સુનાવણી કરી રહી છે. કોર્ટ નક્કી કરશે કે આ કેસમાં વધુ સુનાવણી કરવી કે ચુકાદો આપવો. જો કે હાપુડમાં લાઠીચાર્જને લઈને વકીલોની હડતાળને કારણે કોર્ટના ચુકાદા પર સસ્પેન્સ યથાવત છે.

આ પણ વાંચો: અમે એક ઈંચ જમીન પણ નહીં આપીએ, જ્ઞાનવાપી પર સમાધાન દરખાસ્ત અંગે બોલ્યા હિન્દુ પક્ષના વકીલ

મળતી માહિતી મુજબ 3 અરજીઓ વારાણસી કોર્ટમાં 1991માં દાખલ કરાયેલા કેસની જાળવણી સાથે સંબંધિત છે. આ સિવાય ASIના સર્વે ઓર્ડર સામે બે અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેના પર કોર્ટ સુનાવણી કરી રહી છે. 1991માં દાખલ કરવામાં આવેલી અરજીઓમાં વિવાદિત જગ્યાને હિંદુઓને સોંપવાની અને તેમને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી હતી. હવે અલ્હાબાદ હાઈકોર્ટે મુખ્યત્વે એ નક્કી કરવાનું છે કે વારાણસી કોર્ટ આ કેસની સુનાવણી કરી શકે કે નહીં.

છેલ્લી સુનાવણી 28મી ઓગસ્ટે થઈ હતી

અલ્હાબાદ હાઈકોર્ટમાં છેલ્લી સુનાવણી 28 ઓગસ્ટના રોજ કરી હતી. કોર્ટે એક કલાક સુધી સતત સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન મુસ્લિમ પક્ષે ચુકાદો અનામત રાખ્યા બાદ ફરીથી સુનાવણી હાથ ધરવાના નિર્ણય સામે ત્રણ વખત વાંધો ઉઠાવ્યો હતો. દલીલ કરવામાં આવી હતી કે અલ્હાબાદ હાઈકોર્ટના જૂના નિર્ણયના આધારે ફરીથી સુનાવણી ન થવી જોઈએ. મુસ્લિમ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં આ કેસની સુનાવણી લગભગ 75 કામકાજના દિવસોમાં થઈ છે, તેથી હવે આ કેસની ફરીથી સુનાવણી થઈ શકે નહીં.

જજના ટ્રાન્સફર બાદ સુનાવણી કરી રહી છે ચીફ જસ્ટિસની બેંચ

હિંદુ પક્ષ તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે નિર્ણય જલ્દી આવે. જો કે, હિંદુ પક્ષે ફરી સુનાવણીના નિર્ણયનો વિરોધ કર્યો ન હતો. આ અરજીઓની સુનાવણી બાદ જસ્ટિસ પ્રકાશ પડિયાએ ચુકાદો અનામત રાખ્યો હતો. આ કેસમાં ચુકાદાની તારીખ 28 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ જસ્ટિસ પ્રકાશ પડિયાની ટ્રાન્સફર બાદ આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસ પ્રિતીંકર દિવાકરની બેન્ચ કરી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો