Kisan Andolan News: કૃષિ કાયદા પરત લેવાની PM મોદીની જાહેરાત પર ટિકૈતે કહ્યું- આંદોલન હમણા પાછું નહીં ખેંચાય

|

Nov 19, 2021 | 12:27 PM

કેન્દ્ર સરકારે પસાર કરેલ ત્રણ કૃષિ કાયદાઓ પરત ખેચી લેવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ જાહેરાત બાદ, ખેડૂત આંદોલન ચલાવી રહેલા ખેડૂત નેતા રાકેશ ટીકૈત, અખિલ ભારતીય કિસાન સભા અને યુનાઇટેડ કિસાન મોરચાએ પ્રતિક્રિયા આપી છે.

Kisan Andolan News: કૃષિ કાયદા પરત લેવાની PM મોદીની જાહેરાત પર ટિકૈતે કહ્યું- આંદોલન હમણા પાછું નહીં ખેંચાય
Rakesh Tikait (file photo)

Follow us on

આજે 19મી નવેમ્બરને શુક્રવારે એક મોટી જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi,) કેન્દ્ર સરકાર દ્વારા ત્રણેય કૃષિ કાયદાઓ (Agricultural bills) પરત ખેંચવાની જાહેરાત કરી હતી. આ મોટી જાહેરાત બાદ આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) તાત્કાલિક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ખેડૂતોનું આંદોલન તરત પાછું નહીં ખેંચવામાં આવે, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં (Parliament) કૃષિ કાયદા રદ કરવામાં આવશે.

રાકેશ ટિકૈતની પ્રતિક્રિયા
ગુરુપર્વ (Guruparva) નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ ખેડૂત વર્ગમાં આનંદનો માહોલ છે. દિલ્હીની ગાઝીપુર બોર્ડર પર જલેબીનું વિતરણ કરવામાં આવ્યુ. કૃષિ બીલ રદ કરવાની મુખ્ય માંગ સાથે આંદોલન કરી રહેલા ખેડૂત નેતા રાકેશ ટિકૈતે વડાપ્રધાનની જાહેરાત પર ટ્વીટ કર્યું કે આંદોલન તરત જ પાછું ખેંચવામાં આવશે નહીં, અમે તે દિવસની રાહ જોઈશું જ્યારે સંસદમાં કૃષિ કાયદાઓ વિધિવત્ત રદ કરવામાં આવશે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

MSP માટે અમારું આંદોલન ચાલુ રહેશેઃ હન્નાન મૌલા
દરમિયાન, કૃષિ કાયદાને પરત લેવાને લઈને શનિવારે ખેડૂત સંગઠનોની ‘મહા બેઠક’ થશે. આ મહત્વની બેઠકમાં આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. કૃષિ અધિનિયમને રદ્દ કરવા પર, અખિલ ભારતીય કિસાન સભાના (Akhil Bharatiya Kisan Sabha) મહાસચિવ હન્નાન મૌલાએ (Hannan Maula) દિલ્હીમાં કહ્યું, ‘હું આ જાહેરાતનું સ્વાગત કરું છું. જ્યાં સુધી સંસદના ગૃહમાંથી આ જાહેરાત પર સત્તાવાર કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી આ પ્રયાસ પૂર્ણ નહીં થાય. આનાથી આપણા ખેડૂતોની સમસ્યા હલ નહીં થાય. એમએસપી માટે અમારું આંદોલન ચાલુ છે અને ચાલુ રહેશે.

નિર્ણય માટે મળશે બેઠક : કિસાન મોરચા
પીએમ મોદીની ઘોષણા પર, યુનાઇટેડ કિસાન મોરચાએ (United Kisan Morcha) કહ્યું કે મોરચો આ નિર્ણયનું સ્વાગત કરે છે અને યોગ્ય સંસદીય પ્રક્રિયા દ્વારા ઘોષણા લાગુ થવાની રાહ જોશે. મોરચાએ વડા પ્રધાનને એ પણ યાદ અપાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન માત્ર ત્રણ કાળા કાયદાને રદ કરવા સામે જ નહીં, પણ તમામ કૃષિ ઉત્પાદનો અને તમામ ખેડૂતો માટે વળતરકારક ભાવોની વૈધાનિક ગેરંટી માટે પણ હતું, એમ યુનાઇટેડ કિસાન મોરચાએ જણાવ્યું હતું. ખેડૂતોની આ મહત્વની માંગ હજુ પેન્ડીંગ રહેવા પામી છે. મોરચો આ તમામ ઘટનાક્રમની નોંધ લેશે, ટૂંક સમયમાં તેની બેઠક યોજશે અને આગળના નિર્ણયોની જાહેરાત કરશે.

આ પણ વાંચોઃ

વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાશે, સંસદના આગામી સત્રમાં પરત લેવાશે કૃષિ બીલ

આ પણ વાંચોઃ

Agricultural Bills : શું હતા ત્રણ કૃષિ કાયદા અને શા માટે થયો હતો વિવાદ, જાણો બધુ

Published On - 12:12 pm, Fri, 19 November 21

Next Article