છેલ્લા કેટલાક દિવસોથી જમ્મુ -કાશ્મીરમાં (Jammu Kashmir) આતંકવાદી હુમલામાં (Terrorists attacked) સતત વધારો થયો છે, એવું માનવામાં આવે છે કે આ આતંકવાદી હુમલાઓની એક સિરીઝ થઇ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા 9 દિવસમાં સેનાના 2 જુનિયર કમિશ્ડ ઓફિસર (JCOs) સહિત કુલ 9 સૈનિકો શહીદ થયા છે.
જમ્મુ -કાશ્મીર પોલીસને શંકા છે કે આ હુમલા કરનારા આતંકવાદીઓ પાકિસ્તાની સેનાના કમાન્ડો દ્વારા તાલીમ લીધા બાદ તેમના ભારતીય વિસ્તારમાં ઘુસી ગયા છે. આ હુમલામાં ઘણા આતંકવાદીઓને મારવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે, જો કે તેમના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી.
સતત 8 દિવસથી સિસસિલા ઘાટીના ગાઢ જંગલોમાં સર્ચ ઓપરેશન અને એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. જેમાં સુરક્ષાદળોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ આતંકવાદીઓ ઓચિંતો હુમલો કરીને સુરક્ષા દળો પર હુમલાઓ કરી રહ્યા છે. છેલ્લા 9 દિવસોમાં થયેલા આ હુમલાઓ છેલ્લા ઘણા વર્ષોમાં ભારતીય સુરક્ષા દળો પર થયેલા હુમલામાં સૌથી ઘાતક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પૂંછના જે વિસ્તારમાં આ એન્કાઉન્ટર થયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ ખૂબ જ ગાઢ જંગલ છે અને લગભગ 10 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. 10-11 ઓક્ટોબરના હુમલામાં પાંચ સૈનિકો શહીદ થયા હતા અને એક જેસીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે જ સમયે 15-16 ઓક્ટોબરના હુમલામાં એક જેસીઓ અને બે સૈનિકો શહીદ થયા હતા.
સેનાને શંકા છે કે આતંકવાદીઓને એલિટ કમાન્ડો યુનિટ દ્વારા તાલીમ આપવામાં આવી છે. આ જ કારણ છે કે આ આતંકીઓ હુમલો કર્યા બાદ પણ ફરાર છે. પેરા કમાન્ડો આતંકવાદીઓને શોધવા માટે ઉતર્યા છે અને હેલિકોપ્ટરની મદદથી ચક્રવ્યુહનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં, આ વિસ્તારમાં તેમને ઘેરી લેવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે.
સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ભટ્ટા દુરિયાનમાં હાલના ઓપરેશનનો વિસ્તાર નિયંત્રણ રેખા (LOC)ની અંદર ઓછામાં ઓછા 10 કિમીની અંદર દિયોદર જંગલના ચોરસ કિલોમીટરથી ઓછો છે. આ વિસ્તારમાં સેનાની નિયમિત હાજરી ઓછી છે. ગુરુવારે અહીં જ જુનિયર કમિશ્ડ ઓફિસર (જેસીઓ) સહિત સેનાના ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ આ વિસ્તારની પરિસ્થિતિનો લાભ લીધો હતો કારણ કે તેઓ સર્ચ ઓપરેશનમાં લાગેલી ટીમોને દેખાતા ન હતા.
આ પણ વાંચો : Covaxin ના ઈમરજન્સી ઉપયોગને મળી શકે છે મંજૂરી, 26 ઓક્ટોબરે મહત્વની બેઠક કરશે WHO
આ પણ વાંચો : Betel Vine: દુબઇ અને સાઉદી અરેબિયા જેવા દેશમાં નિકાસ થતા પાનની આ જાતને મળ્યો જીઆઇ ટેગ