Breaking News : પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર કરેલા ગોળીબારનો Exclusive વીડિયો આવ્યો સામે, બોડીકેમ પહેરી આવ્યા હતા આતંકવાદી

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ દરમિયાન, આતંકવાદી હુમલાનો એક એક્સક્લુઝિવ વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તબાહી મચાવતા જોઈ શકાય છે.

Breaking News : પહેલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર કરેલા ગોળીબારનો Exclusive વીડિયો આવ્યો સામે, બોડીકેમ પહેરી આવ્યા હતા આતંકવાદી
Pahalgam Attack
| Updated on: Apr 24, 2025 | 12:34 PM

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાથી આખો દેશ દુઃખી છે. આ દરમિયાન, આતંકવાદી હુમલાનો એક એક્સક્લુઝિવ વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ તબાહી મચાવતા જોઈ શકાય છે.

શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ બોડીકેમ પહેર્યા હતા. હુમલાખોરોએ સમગ્ર હુમલાનો વીડિયોગ્રાફી કરી હતી. આતંકવાદીઓએ પુરુષો અને સ્ત્રીઓને અલગ કરી દીધા હતા. આ પછી, લોકોને હિન્દુ મુસ્લિમ પુછ્યુ પછી ગોળી મારવામાં આવ્યા. કેટલાક લોકોને દૂરથી ગોળી મારવામાં આવી હતી જ્યારે કેટલાકને નજીકથી ગોળી મારવામાં આવી હતી.

તપાસમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓએ હુમલા માટે જાણી જોઈને પહેલગામ પસંદ કર્યું હતું. અહીં સુરક્ષા દળોની તૈનાતી નથી અને હુમલા પછી બચાવ કામગીરીમાં સમય લાગશે. આતંકવાદીઓએ છુપાઈ રહેવા માટે ગાઢ જંગલમાં જગ્યાઓ બનાવી હતી. સ્થાનિક આતંકવાદીઓની મદદથી, આતંકવાદીઓએ કદાચ હવે પોતાનું સ્થાન બદલી નાખ્યું હશે.

તમને જણાવી દઈએ કે મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયા છે. આ હુમલો પહેલગામની બૈસરન ખીણમાં કરવામાં આવ્યો હતો, જેમાં આતંકવાદીઓએ પસંદગીના લોકોને નિશાન બનાવ્યા હતા.