Pulwama ની બીજી વરસી પર મોટા હુમલાની ફિરાકમાં હતા આતંકી, 7 કિલો વિસ્ફોટક જપ્ત

|

Feb 14, 2021 | 2:28 PM

જમ્મુ કાશ્મીરના  Pulwama માં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાની આજે બીજી વરસી પર જ્યાં દેશ શહીદોને શ્રધ્ધાંજલિ આપી રહ્યો છે. ત્યારે આતંકીઓ ફરી એકવાર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જે પ્રયાસને સુરક્ષાદળો આજે નાકામ બનાવી દીધો છે.

જમ્મુ કાશ્મીરના  Pulwama માં સીઆરપીએફ પર થયેલા આતંકી હુમલાની આજે બીજી વરસી પર જ્યારે દેશ શહીદોને શ્રધ્ધાંજલિ આપી રહ્યો છે. ત્યારે આતંકીઓ ફરી એકવાર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જે પ્રયાસને સુરક્ષાદળો આજે નાકામ બનાવી દીધો છે.

સુરક્ષાદળોએ Jammu  બસ સ્ટેશન પરથી ભારે માત્રામાં વિસ્ફોટક જપ્ત કર્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આતંકી 14  ફેબ્રુઆરીના રોજ મોટા હુમલાના ફિરાકમાં હતા. પરંતુ સુરક્ષા દળોની સતર્કતાને લીધે આ પ્રયાસ નાકામ રહ્યો છે. સુરક્ષ દળોએ બસ સ્ટેશનમાંથી સાત કિલો વિસ્ફોટક જપ્ત કર્યા છે.

Jammu Kashmir  માં  હાલ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. તેમજ બસ સ્ટેશન અને તેની આસપાસના વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકીઓએ Pulwama મોટા આતંકી હુમલાને અંજામ આપ્યો હતો. જેમાં સીઆરપીએફના 40 જવાન શહીદ થયા હતા. સમગ્ર દેશમાં આ હુમલા બાદ લોકોમાં ભારે રોષ હતો. તેમજ આ જવાનોની શહીદીના બારમાં દિવસે ભારતે પાકિસ્તાનમાં આતંકી કેમ્પ પર હુમલો કરીને આતંકી અને પાકિસ્તાનને મુંહતોડ જવાબ આપ્યો હતો. જેના આતંકીઓના બેસ કેમ્પને ભારતે તબાહ કરી નાંખ્યો હતો જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હતા.

 

Next Video