Telangana: જમીન ખોદકામ દરમિયાન મળ્યો દુર્લભ ખજાનો, પણ કોનો હક તેના પર આરપાર, જાણો શું કહે છે કાયદો

|

Apr 16, 2021 | 2:07 PM

તેલંગાણામાં બાંધકામ સાથે જોડાયેલ વ્યક્તિને ખોદકામ કરતી વખતે એક માટલી મળી, તેમાં ચોના અને ચાંદીના પ્રાચીન ઘરેણા મળી આવ્યાં, જનગામ જીલ્લાના પેમબાર્થી ગામમાં હૈદરાબાદ-વારંગલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીકથી આ ખજાનો મળી આવ્યો.

1 / 6
તેલંગાણામાં બાંધકામ સાથે જોડાયેલ વ્યક્તિને ખોદકામ કરતી વખતે એક માટલી મળી, તેમાં ચોના અને ચાંદીના પ્રાચીન ઘરેણા મળી આવ્યાં, જનગામ જીલ્લાના પેમબાર્થી ગામમાં હૈદરાબાદ-વારંગલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નજીક મળી આવ્યું, આ સમાચાર 9 મી એપ્રિલે મીડિયામાં સામે આવ્યા હતા.  આ વ્યક્તિએ તાજેતરમાં ખરીદેલી 11 એકર જમીન ને સરખી કરી રહ્યો હતો, એ વખતે  એક માટલી મળી, જમીન સરખી કરી રહેલ લોકોએ આ માટલી તોડીને જોયું તો એમાં સોના અને ચાંદીના ઘરેણા હતા, જણાવવામાં આવી રહ્યું છે કે માટલીમાં ચાંદીનાં 1.727  કિલો ગ્રામ ઘરેણા હતા, જયારે સોનાના 187.45 ગ્રામ વજનના ઘરેણા હતા, એમાં ઝૂમકા, નાકની રીંગ, મોતી, પાયલ સહિતની ઘણી બધી વસ્તુઓ સામેલ છે.

2 / 6
ખજાનો મળ્યા પછી શું થાય છે?
એક અધિકારીએ જણાવ્યું કે આવા કેસ દફીના અધિનિયમ હેઠળ (Indian Treasure Trove Act) કાર્યવાહી કરવામાં આવે છે.

ખજાનો મળ્યા પછી શું થાય છે? એક અધિકારીએ જણાવ્યું કે આવા કેસ દફીના અધિનિયમ હેઠળ (Indian Treasure Trove Act) કાર્યવાહી કરવામાં આવે છે.

3 / 6
માની લો કે કોઈના ખેતર સોના, ચાંદીના ઘરેણા અથવા બીજું કોઈ ખોદકામ દરમિયાન કોઈ ખજાનો મળી આવ્યો છે. સૌ પ્રથમ જે વ્યક્તિને ખોદકામ દરમિયાન કંઈક મળ્યું છે તેણે પોલીસને જાણ કરવી પડશે. જો અહીં જે વ્યક્તિને ખજાનો મળ્યો છે તે માહિતી આપી રહ્યો નથી, તો બીજી વ્યક્તિ તેના વિશે માહિતી આપી શકે છે. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોચી જાય છે,  મળેલ ખજાનો જપ્ત કરે છે, તેને સીલ કર્યા પછી કાર્યવાહી આગળ વધે છે.

4 / 6
ખજાનો કબજે કર્યા પછી શું થાય છે?
એક અધિકારીએ એ જણાવ્યું હતું કે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓ લીધા બાદ તેઓ સરકારને રિપોર્ટ મોકલે છે. આ પછી સરકારી પાસેની તિજોરીમાં જમા થઈ જાય છે. ત્યારબાદ સરકારના આદેશ સાથે જ્યાં જવું પડે ત્યાં જ જશે. તેનો અર્થ એ કે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (આર્કીલોજીકાલ સર્વે ઓફ ઇન્ડિયા) અથવા તે સંસ્થાઓ કે જે આવા કેસોમાં સંશોધન કરે છે, તેમને મોકલવામાં આવે છે.

ખજાનો કબજે કર્યા પછી શું થાય છે? એક અધિકારીએ એ જણાવ્યું હતું કે ખોદકામ દરમિયાન મળી આવેલી વસ્તુઓ લીધા બાદ તેઓ સરકારને રિપોર્ટ મોકલે છે. આ પછી સરકારી પાસેની તિજોરીમાં જમા થઈ જાય છે. ત્યારબાદ સરકારના આદેશ સાથે જ્યાં જવું પડે ત્યાં જ જશે. તેનો અર્થ એ કે ભારતીય પુરાતત્ત્વીય સર્વેક્ષણ (આર્કીલોજીકાલ સર્વે ઓફ ઇન્ડિયા) અથવા તે સંસ્થાઓ કે જે આવા કેસોમાં સંશોધન કરે છે, તેમને મોકલવામાં આવે છે.

5 / 6
એક અધિકારીના જણાવ્યા મુજબ દફીના એક્ટ (Indian Treasure Trove Act) માં સ્પષ્ટ રીતે એક લાઈન લખી દેવામાં આવી છે કે જમીનની અંદર જે પણ પૈસા અથવા ખજાનો મળે છે તેનો સરકારનો અધિકાર છે.

6 / 6
એક અધિકારીના જણાવ્યા મુજબ  જેની ક્ષેત્રમાં આ બધી વસ્તુઓ મળી આવી છે, તે પ્રામાણિક પણે કહે છે, તો પછી સરકાર પ્રોત્સાહન રૂપે થોડી રકમ આપી શકે છે. 10-20 ટકા ગમે તે હોય. તે સરકારની ઇચ્છા પર આધારિત છે.

Next Photo Gallery