તેલંગાણામાં કોંગ્રેસ સૌથી આગળ, મુખ્ય ત્રણ પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ, ઓવૈસી બની શકે કિંગમેકર

|

Nov 30, 2023 | 7:35 PM

તેલંગાણા એક્ઝિટ પોલ: તેલંગાણામાં સામે આવેલા એક્ઝિટ પોલના તારણો મુજબ અહીં કોંગ્રેસ લીડ બનાવતી જોવા મળી છે. Polstratના એક્ઝિટ પોલ અનુસાર ઓવૈસીની પાર્ટીને 6થી8 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસને ફાળે 49 થી 59 બેઠકો મળી શકે છે.

તેલંગાણામાં એક્ઝિટ પોલ : તેલંગાણામાં બીઆરએસ સતત ત્રીજીવાર સત્તામાં આવવા એટીચોટીનું જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ પ્રથમવાર સરકાર બનાવવા તમામ તાકાત લગાવી રહી છે. આ તરફ BRS 2014થી મળેલી સત્તા ટકાવી રાખવા જોર લગાવી રહી છે. જ્યારે કોંગ્રેસ 2018 બાદ મળેલી હાર બાદ ખુદને મજબુત સાબિત કરવામાં લાગેલી છે. એક્ઝિટ પોલના તારણો મુજબ તેલંગાણામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. Polstrat ના એક્ઝિટ પોલ અનુસાર ઓવૈસીની પાર્ટી AIMIMને 6થી 8 બેઠકો મળી શકે છે જ્યારે કોંગ્રેસના ખાતામાં 49 થી 59 સીટો જઈ શકે છે.

BRSને મળી શકે છે 48 થી 58 વોટ

Polstrat ના એક્ઝિટ પોલ અનુસાર તેલંગાણામાં વર્તમાન સત્તાધારી પાર્ટી BRSને ઝટકો મળતો દેખાઈ રહ્યો છે. કેસીઆરની પાર્ટી BRSvs 48 થી 58 બેઠકો મળી શકે છે. રાજ્યની 199 વિધાનસભા બેઠકો પર આજે જ મતદાન થયુ છે.

તેલંગાણામાં ભાજપને મળી શકે છે 5 થી 10 બેઠકો

એક્ઝિટ પોલ મુજબ તેલંગાણામાં ભાજપના ખાતામાં માત્ર 5 થી 10 સીટો જઈ શકે છે. જો કે રાજ્યમાં BRS અને કોંગ્રેસ વચ્ચે નેક ટુ નેક ફાઈટ દેખાઈ રહી છે. જેમા AIMIM મહત્વનો રોલ ભજવી શકે છે ત્યારે AIMIM કિંગમેકરની ભૂમિકામાં આવી શકે છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

કોને કેટલો વોટ શેર?

એક્ઝિટ પોલ મુજબ વોટ શેરની જો વાત કરીએ તો સૌથી વધુ વોટ શેર BRSને 42 ટકા મળ્યો છે.

  • ભાજપ 15 %
  • કોંગ્રેસ 41.4 %
  • BRS 42 %
  • AIMIM 1.6 %

મહિલા વોટર્સે કોના પર ઢોળી પસંદગી?

Pol strat સર્વે મુજબ મહિલા વોટર્સે કોને કેટલા ટકા મત આપ્યા તે પણ જોઈ લઈએ.

  • ભાજપ 13 %
  • કોંગ્રેસ 41 %
  • BRS 44 %
  • AIMIM 2 %

મુસ્લિમ વોટર્સનો વોટ શેર

એક્ઝિટ પોલ અનુસાર મુસ્લિમ વોટર્સની જો વાત કરીએ તો

  • ભાજપ 3%
  • કોંગ્રેસ 35 %
  • BRS 37 %
  • AIMIM 25 %

 

Polstrat ના સર્વે મુજબ  તેલંગાણામાં કોને કેટલી બેઠકો

  • BRS 48-58
  • કોંગ્રેસ 49-56
  • ભાજપ 5-10
  • AIMIM 6-8
  • અધર્સ     0

CNX ના સર્વે મુજબ  તેલંગાણામાં કોને કેટલી બેઠકો

  • BRS 52
  • કોંગ્રેસ 57
  • ભાજપ 07
  • AIMIM 06
  • અન્ય 0

 

 

Published On - 7:07 pm, Thu, 30 November 23

Next Article