KCRએ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું કર્યું અનાવરણ, પ્રકાશ આંબેડકર પણ રહ્યા હાજર

|

Apr 14, 2023 | 5:28 PM

Tallest statue of Bhimrao Ambedkar : આ અવસર પર તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે હૈદરાબાદમાં ડો. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. હૈદરાબાદના તેલંગણામાં કાર્યક્રમ સ્થળ પર ડો. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર પણ હાજર રહ્યા હતા.

KCRએ ડૉ. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું કર્યું અનાવરણ, પ્રકાશ આંબેડકર પણ રહ્યા હાજર
India’s Tallest Ambedkar Statue

Follow us on

આજે ભારતનું બંધારણ ઘડનાર ડો. ભીમરાવ આંબેડકરની 132મી જન્મજંયતિ છે. આ અવસર પર તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે (KCR) હૈદરાબાદમાં ડો. ભીમરાવ આંબેડકરની 125 ફૂટની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. હૈદરાબાદના તેલંગણામાં કાર્યક્રમ સ્થળ પર ડો. ભીમરાવ આંબેડકરના પૌત્ર અને વંચિત બહુજન અઘાડીના અધ્યક્ષ પ્રકાશ આંબેડકર પણ હાજર રહ્યા હતા. અનાવરણ સમયે આંબેડકરની પ્રતિમા પર હેડિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

આ પ્રતિમા રાજ્ય સચિવાલયની પાસે જ છે. તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે જણાવ્યું હતું કે આ પ્રતિમા રોજ લોકોને કામ વધુ સારી રીતે કરવા પ્રેરિત કરશે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આંબેડકરની ભારતની સૌથી ઊંચી પ્રતિમા, જે રાજ્ય સચિવાલયની બાજુમાં બુદ્ધ પ્રતિમાની સામે અને તેલંગાણા શહીદ સ્મારકની બાજુમાં સ્થિત છે, તે દરરોજ લોકોને અને સમગ્ર રાજ્ય વહીવટને પ્રેરણા આપશે.

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

ભારતની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમા

 

 

 


આ પણ વાંચો :  ચીનની ઊંઘ થશે હરામ ! Arunachal Pradesh બનશે ટુરિસ્ટ હબ, વિશ્વયુદ્ધના આ દ્રશ્યો પણ જોવા મળશે

ભારતની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમાની ખાસિયત

આંબેડકરની આ પ્રતિમાની કુલ લંબાઈ 175 ફૂટ છે. જેના આધારમાં 50 ફૂટનું સંસદ પણ છે. આ પ્રતિમાનું વજન 474 ટન છે. આ પ્રતિમા માટે 114 ટન કાંસ્ય અને 360 ટન સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રતિમાને ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ મૂર્તિકાર રામ વનજી સુતાર અને તેમના પુત્ર અનિલ રામ સુતાર દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે. તેમણે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની પ્રતિમાને પણ ડિઝાઈન કરી હતી.

 

 

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

 દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

 

Next Article