આધુનિક ટેકનોલોજીથી આરોગ્ય ક્ષેત્રનુ ભવિષ્ય બદલાઈ જશે, મેઘાલયના દુર્ગમ વિસ્તારમાં ડ્રોનથી પહોચાડાઈ જીવનરક્ષક દવા

દેશમાં ઘણા એવા દુર્ગમ વિસ્તારો છે જ્યાં આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી ત્યારે એવા દુર્ગમ વિસ્તારો માટે ડ્રોન ટેકનોલોજી એક આર્શિવાદ સમાન બની શકે, જ્યાં તાત્કાલિક દવાની જરૂરીયાત પુરી કરી શકાય છે.

આધુનિક ટેકનોલોજીથી આરોગ્ય ક્ષેત્રનુ ભવિષ્ય બદલાઈ જશે, મેઘાલયના દુર્ગમ વિસ્તારમાં ડ્રોનથી પહોચાડાઈ જીવનરક્ષક દવા
Drone (Social Media)
| Edited By: | Updated on: Nov 27, 2021 | 1:09 PM

ભારત (India)માં પણ ડ્રોનથી સામાનોની ડિલીવરી શરૂ થઈ રહી છે. મેઘાલય (Meghalaya)દેશનું પહેલું રાજ્ય બન્યું છે જ્યાં ડ્રોન (Drone)થી સફળતાપૂર્વક દવાઓ (Medicine)ની ડિલીવરી (Delivery)કરવામાં આવી છે. મેઘાલયના પશ્ચિમી ખાસી હિલ્સ જિલ્લામાં ડ્રોનથી દવાઓની ડિલીવરી કરવામાં આવી છે. ડ્રોનએ 25 મિનિટમાં 25 કિલોમીટરનું અંતર કાપી ઈતિહાસ રચ્યો છે.

દેશમાં ઘણા એવા દુર્ગમ વિસ્તારો છે જ્યાં આજે પણ પ્રાથમિક સુવિધાઓની માટે પુરતી અને યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી ત્યારે એવા દુર્ગમ વિસ્તારો માટે આ એક આર્શિવાદ સમાન બની શકે જ્યાં તાત્કાલિક દવાની જરૂરીયાતની પુરતી કરી શકાય છે. મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ તેની જાણકારી આપી છે. જેમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મેઘાલયના પશ્ચિમી ખાસી હિલ્સ જિલ્લા મુખ્યાલયથી 25 કિલોમીટર દૂર સ્થિત એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડ્રોન દ્વારા દવાઓ (Delivery of Medicine by drone)ની શુક્રવારે સફળતાપૂર્વક ડિલીવરી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી કોનરાડે પોતાના સોશિયલ એકાન્ટ પર લખ્યું આજ અમે મેઘાલયમાં નોંગસ્ટોઈનથી માવેત સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ઈ-વીટીઓએલ ડ્રોનના માધ્યમથી દવાઓનો પૂરવઠો પહોંચાડવા જઈ રહ્યા છીએ જેમાં આ પ્રકારના પહેલા કાર્યક્રમમાં ડ્રોનએ 25 મિનિટથી પણ ઓછા સમયમાં 25 કિલોમીટરનું અંતર કાપ્યું છે. ભારતમાં આ પહેલો કાર્યક્રમ છે તેઓએ કહ્યું ડ્રોન ટેક્નોલોજી આરોગ્ય સેવાના ભવિષ્યને બદલી શકે છે. આ એક અનોખો પ્રોજેક્ટ છે જે અંતરયાળ વિસ્તારમાં દવાઓ પહોંચાડવી સરળ બનાવશે.

મેક ઈન ઈન્ડિયા ડ્રોનની અસર

ગયા મહિને, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે ડ્રોન દ્વારા પૂર્વોત્તરના દુર્ગમ વિસ્તારોમાં કોવિડ -19 રસીની સપ્લાયને સરળ બનાવવા માટે એક પહેલ શરૂ કરવામાં આવી છે અને આ પ્રથમ વખત છે જ્યારે દક્ષિણ એશિયામાં ‘મેક ઇન ઇન્ડિયા’ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેનો ઉપયોગ કોવિડ-19 રસી 12-15 મિનિટમાં 15 કિમીના હવાઈ અંતરે સ્થિત સ્થળે પહોંચાડવા માટે કરવામાં આવ્યો છે.

 

આ પણ વાંચો: જાણો શું હોય છે SPR, જેમાં નસીબ અજમાવા જઈ રહ્યા છે ભારત અને યુએસ સહિત ચાર દેશ

 

આ પણ વાંચો: પેટ્રોલથી 27 રૂપિયા સસ્તુ છે આ શેવાળમાંથી બનેલું બાયોફ્યુઅલ, કૃષિ વૈજ્ઞાનિકોની મદદથી એન્જીનિયરે કર્યું તૈયાર