
Teacher’s Day 2023: દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, વિદ્વાન, ફિલસૂફ અને ભારત રત્ન પુરસ્કાર વિજેતા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. 1888માં આ દિવસે રાધાકૃષ્ણનનો જન્મ થયો હતો.
જ્યારે ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નને 1962માં ભારતના બીજા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યું, ત્યારે તેમના વિદ્યાર્થીઓએ 5 સપ્ટેમ્બરને વિશેષ દિવસ તરીકે ઉજવવાની પરવાનગી માગી તેમનો સંપર્ક કર્યો. જેના પર તેમણે વિદ્યાર્થીઓને સમાજમાં શિક્ષકોના અમૂલ્ય યોગદાનની ઉજવણી કરવા 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવા અનુરોધ કર્યો હતો. ડો. રાધાકૃષ્ણને એકવાર કહ્યું હતું કે “शिक्षकों को देश में सर्वश्रेष्ठ दिमाग वाला होना चाहिए।.”
આ પણ વાંચો : Mother Teresa death anniversary: માનવતાના પ્રતીક મધર ટેરેસાની પુણ્યતિથિ પર વિશેષ
શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિદ્યાર્થીઓ તેમના પ્રિય શિક્ષકો પ્રત્યે તેમની પ્રશંસા વ્યક્ત કરવા માટે વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. આ દિવસે ઘણી શાળાઓમાં વિદ્યાર્થીઓ પોતે શિક્ષક બને છે. તેઓ એ શિક્ષકોને પણ યાદ કરે છે જેમણે શાળા છોડી દીધી છે.
આ દિવસ શાળાના વિદ્યાર્થીઓ માટે ઉજવણીનો દિવસ છે. આ દિવસે બાળકો શિક્ષકોને ચોકલેટ, મીઠાઈ અને અન્ય શુભેચ્છાઓ પણ આપે છે. આ દિવસે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો માટે શાળાઓ અને કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે. વરિષ્ઠ વિદ્યાર્થીઓ ઘણીવાર શિક્ષકની જેમ પોશાક પહેરે છે અને વર્ગો સંભાળે છે.