
તાનાજી માલસુરે એક એવુ નામ જે શિવાજી મહારાજની જેમ જ બહાદૂરી અને વિરતાનો પર્યાય છે. તાનાજી બહાદુર અને પ્રસિદ્ધ મરાઠા યૌદ્ધા અને શિવાજી મહારાજના ખાસ વિશ્વાસુ મિત્ર તરીકે પણ જાણીતા છે. તેમને 1670માં સિંહગઢની લડાઈ માટે સૌથી વધુ યાદ કરવામાં આવે છે. મુઘલ કિલ્લા રક્ષક ઉદયભાન રાઠૌર વિરુદ્ધ તેઓ છેલ્લા શ્વાસ સુધી લડ્યા હતા. આ લડાઈ બાદ મરાઠાઓએ તેમની જીતનો માર્ગ મોકળો કર્યો હતો. તેમની વીરતા અને તાકાતને કારણે શિવાજી મહારાજ તેમને ‘સિંહ’ કહીને બોલાવતા હતા. તાનાજી માલસુરેનો જન્મ 1600 મી સદીમાં સતારા જિલ્લામાં મહારાષ્ટ્રમાં થયો હતો. તેમના પિતાનું નામ સરદાર કોલાજી અને માતા પાર્વતીબાઈ હતુ. તેના ભાઈનું નામ સરદાર સૂર્યાજી હતુ. સિંહગઢ કિલ્લો પહેલા કોંઢાણાથી જાણીતો હતો એક તરફ તાનાજી માલસુરેના પુત્રના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. ચારે તરફ ઉલ્લાસનું વાતાવરણ હતુ. તાનાજી શિવાજી મહારાજ અને તેમના પરિવારને લગ્નમાં આવવા માટેનું આમંત્રણ આપવા ગયા હતા. ત્યારે જ તેમને ખબર પડી કે શિવાજી મહારાજ કોંઢાણા કિલ્લો જે સિંહગઢ કિલ્લાથી પણ જાણીતો છે...
Published On - 8:54 pm, Mon, 10 February 25