તમિલનાડુ: પ્રસિદ્ધ વક્તા બદ્રી શેષાદ્રીની ધરપકડનો વિરોધ, અન્નામલાઈએ DMK સરકાર પર કર્યા પ્રહાર

રાજકીય વિશ્લેષક બદ્રી શેષાદ્રીની તામિલનાડુ પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. તેઓ ઘણીવાર રાજ્યની વર્તમાન સરકાર વિરુદ્ધ બોલતા સાંભળવામાં આવ્યા છે. આરોપ છે કે સરકારની ટીકા કરવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી છે.

તમિલનાડુ: પ્રસિદ્ધ વક્તા બદ્રી શેષાદ્રીની ધરપકડનો વિરોધ, અન્નામલાઈએ DMK સરકાર પર કર્યા પ્રહાર
K. Annamalai - Badri Seshadri
| Edited By: | Updated on: Jul 29, 2023 | 1:54 PM

તમિલનાડુના પ્રખ્યાત મંચ સ્પીકર અને રાજકીય વિશ્લેષક બદ્રી શેષાદ્રીની ધરપકડનો લોકો વિરોધ કરી રહ્યા છે. તામિલનાડુ પોલીસે 29 જુલાઈના રોજ સવારે લગભગ 5 વાગ્યે તેની ધરપકડ કરી છે. બદ્રીના બેચમેટ્સે કહ્યું કે તમિલનાડુ પોલીસે કોઈ કારણ કે આરોપ કહ્યા વગર જ તેમની ધરપકડ કરી હતી. બદ્રી શેષાદ્રી લોકોમાં એક સારા વક્તા તરીકે ઓળખાય છે, જેઓ લોકોના અધિકારોની વાત જાહેર મંચો પર ઉઠાવે છે. તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષે પણ ટ્વીટ કરીને તમિલનાડુ પોલીસની આ હરકતની નિંદા કરી છે.

અન્નામલાઈ કુપ્પુસામીએ પોતાના ટ્વિટમાં બદ્રી શેષાદ્રીની ધરપકડનો વિરોધ કર્યો છે. તેમણે રાજ્યની વર્તમાન સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, “ભ્રષ્ટ ડીએમકે સરકાર સામાન્ય લોકોના વિચારોને સંબોધવાની શક્તિ વિના માત્ર ધરપકડ પર આધાર રાખે છે”. અન્નામલાઈએ રાજ્યની પોલીસ પર સવાલ ઉઠાવતા લખ્યું, “શું તમિલનાડુ પોલીસનું કામ માત્ર ભ્રષ્ટ ડીએમકે સરકારના બદલો લેવાના ઉપાયોને લાગુ કરવાનું છે?”

 

 

આજે સવારે બદ્રી શેષાદ્રીની તમિલનાડુ પોલીસે ધરપકડ કરી હતી. FIR મુજબ બદ્રી શેષાદ્રી પર ભારતીય દંડ સંહિતાની કલમ 153, 153 A, 505 (1) (B) લગાવવામાં આવી છે. બદ્રી શેષાદ્રી આઈઆઈટીએમ ગ્રેજ્યુએટ છે, જેમણે અમેરિકાથી પીએચડી કર્યું છે. બદ્રી Cricinfo.com ના સ્થાપક પણ છે. તેઓ એક ઉત્તમ રાજકીય વિવેચક પણ માનવામાં આવે છે.

યુટ્યુબ પર વર્તમાન સરકારની ટીકા કરતા હતા બદ્રી

બદ્રી શેષાદ્રીના બેચમેટ્સે ધરપકડને ખોટી ગણાવતા કહ્યું કે, શેષાદ્રિ ઘણીવાર યુટ્યુબ પર વર્તમાન સરકારની ટીકા કરતા હતા, તેમના ખુલ્લા વિચારો રાખતા હતા, તેથી તેમની ધરપકડ કરવામાં આવી છે. બદ્રી ભાજપના સમર્થક છે અને વર્તમાન ડીએમકે સરકાર ભાજપને સમર્થન કરનારા તમામ લોકોની ધરપકડ કરે છે. બદ્રીની ધરપકડ પર, તેના બેચમેટ્સે કહ્યું કે યુટ્યુબર બદ્રી ભાજપ તરફી વ્યક્તિ નથી, તે ફક્ત તેના વિચારો બધાની સામે રાખે છે.

સામાન્ય નાગરિકોની જેમ બદ્રી ટેક્સ ચૂકવે છે. તેને કોઈપણ યોગ્ય કારણ વગર પ્રતિકૂળ પરિસ્થિતિમાં રાખવામાં આવી રહ્યા છે. આ મામલે પોલીસની કાર્યવાહી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ધરપકડ બાદ 24 કલાકની અંદર બદ્રીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવશે, ત્યારબાદ જ તેની સામેના આરોપો જાણી શકાશે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:53 pm, Sat, 29 July 23