Tamil Nadu Election 2021: 7મેના રોજ એમ.કે.સ્ટાલિન લેશે સીએમ પદના શપથ

|

May 04, 2021 | 11:40 PM

ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે. તમિલનાડુમાં છ એપ્રિલે થયેલી ચૂંટણીમાં DMKએ સતારુઢ AIADMKની ખુરશી છીનવી લીધી અને એક દશક સુધી વિપક્ષમાં રહ્યા બાદ DMK  સત્તામાં પાછી આવી રહી છે.

Tamil Nadu Election 2021: 7મેના રોજ એમ.કે.સ્ટાલિન લેશે સીએમ પદના શપથ
એમકે સ્ટાલિન

Follow us on

Tamil Nadu Election 2021: ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ સામે આવી ચૂક્યા છે. તમિલનાડુમાં છ એપ્રિલે થયેલી ચૂંટણીમાં DMKએ સતારુઢ AIADMKની ખુરશી છીનવી લીધી અને એક દશક સુધી વિપક્ષમાં રહ્યા બાદ DMK  સત્તામાં પાછી આવી રહી છે.

 

એમકે સ્ટાલિનના નેતૃત્વમાં DMK ગઠબંધને 151 બેઠકો પર જીત હાસિલ કરી છે. આ સાથે સ્ટાલિન તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે 7 મેના રોજ શપથ લેવા જઈ રહ્યા છે. એમકે સ્ટાલિનને શુક્રવારે સવારે 11 વાગે તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ અપાવવામાં આવશે.

Popcorn : પોપકોર્નના ફાયદા છે ગજબ! પણ આ રીતે ખાશો તો થઈ શકે છે નુકસાન
આજનું રાશિફળ તારીખ : 22-12-2024
નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો

 

તમિલનાડુમાં 2મેના રોજ 234 બેઠક  પર પરિણામ આવી ચૂક્યા છે. DMK ગઠબંધનને 151 બેઠકો પર AIADMK ગઠબંધનને માત્ર 70 બેઠકો પર જીત નોંધાવી છે. આ સાથે રાજ્યમાં 10 વર્ષ બાદ એમકે સ્ટાલિનના નેતૃત્વમાં સરકાર બનાવવા જઈ રહ્યા છે.

 

 

2016ની વિધાનસભા ચૂંટણીમાં AIADMKને 136 બેઠકો અને મુખ્ય વિપક્ષી પાર્ટી DMKને 89 બેઠકો મળી હતી. તમિલનાડુની સત્તા પર છેલ્લા 10 વર્ષથી AIADMK હતી. આ વર્ષે DMKએ કોંગ્રેસ સાથે અને AIDMK, ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા છે.

 

 

તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી રહેલા એમ કરુણાનિધિની પાર્ટી DMK છેલ્લા 10 વર્ષથી પ્રદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી રહી છે. ઓગષ્ટ 2018ના રોજ એમ કરુણાનિધિ પોતના મૃત્યુ સુધી આના અધ્યક્ષ રહ્યા હતા.તે બાદ પાર્ટીની કમાન તેમના દિકરા એમકે સ્ટાલિનના હાથમાં આવી ગઈ.

 

68 વર્ષના એમકે સ્ટાલિન પહેલીવાર 14 વર્ષની ઉંમરમા પાર્ટી માટે મત માગતા નજરે ચડ્યા હતા અને આ વખતે તેમની નજર મુખ્યમંત્રી પદ પર હતી. સ્ટાલિને પોતાની પહેલી ચૂંટણી વર્ષ 1991 લડી હતી અને ત્યારથી લઈ અત્યાર સુધી તેઓ 6 વાર વિધાનસભા માટે ચૂંટાઈ ચૂક્યા છે.

આ પણ વાંચો:  અંતરિક્ષમાં ખોરવાયું 21 ટન ભારે ચીની રોકેટનું નિયંત્રણ, ધરતી પર ગમે ત્યાં મચાવી શકે છે તબાહી

Next Article