તમે આધારકાર્ડમાં ફોન નંબર આ રીતે અપડેટ કરી શકો છો, વાંચો આ અહેવાલ

આધારએ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર નંબર વિના બેંકથી લઈ જરૂરી મોટાભાગના કામ મુશ્કેલ બનશે.  મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવો જરૂરી છે. જો મોબાઈલ નંબર બદલાયો છે તો હવે તમે નવા નંબરને  સરળતાથી આધાર સાથે લિંક કરી શકો છો.   Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ […]

તમે આધારકાર્ડમાં ફોન નંબર આ રીતે અપડેટ કરી શકો છો, વાંચો આ અહેવાલ
| Edited By: | Updated on: Nov 21, 2020 | 9:32 PM

આધારએ દરેક ભારતીય માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. આધાર નંબર વિના બેંકથી લઈ જરૂરી મોટાભાગના કામ મુશ્કેલ બનશે.  મોબાઈલ નંબર આધાર સાથે લિંક કરવો જરૂરી છે. જો મોબાઈલ નંબર બદલાયો છે તો હવે તમે નવા નંબરને  સરળતાથી આધાર સાથે લિંક કરી શકો છો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો તમારો મોબાઈલ નંબર બદલાયો છે તો પછી આધારને માન્ય કરવા માટેનો ઓટીપી આવશે નહીં. આ કિસ્સામાં તે મહત્વનું છે કે તમે આધાર સાથે જોડાયેલ તમારો મોબાઈલ નંબર બદલવો પડશે. તમારા નવા મોબાઈલ નંબરને આધાર સાથે લિંક કરી શકાય છે, આ પ્રક્રિયા ખુબ સરળ છે. તમારા બીજા અથવા નવા નંબરને આધાર સાથે લિંક કરવા માટે તમારે રજિસ્ટ્રેશન સેન્ટર પર જવું પડશે. એક ફોર્મ ભરીને તમારા નવા નંબરને લિંક કરી શકો છો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આધારમાં નવો ફોન નંબર કેવી રીતે અપડેટ કરવો તેની માહિતી અમે આપને જણાવી રહ્યા છીએ.

  • આપના  વિસ્તારના આધાર નોંધણી કેન્દ્ર પર જવું પડશે.
  • ફોન નંબરને લિંક કરવા માટે એક ફોર્મ આપવામાં આવશે, જેને આધાર સુધારણા ફોર્મ કહેવામાં આવે છે. આ ફોર્મમાં નવી અને સાચી માહિતી ભરો.
  • ફોર્મને 25 રૂપિયાની ફી સાથે અધિકારીને સબમિટ કરો.
  • કચેરીમાંથી એક સ્લિપ આપવામાં આવશે, જેમાં રિકવેસ્ટ નંબર હશે જેના આધારે  ચકાસી શકાય છે કે નવો ફોન નંબર આધાર સાથે જોડાયેલ છે કે નહીં.
  • આધાર ત્રણ મહિનામાં નવા મોબાઈલ નંબર સાથે લિંક થઈ જશે.
  • તમારો આધાર નવા મોબાઈલ નંબર સાથે લિંક થશે ત્યારે ઓટીપી આવશે.
  • ઓટીપીનો ઉપયોગ કરીને તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
  •  UIDAIના ટોલ ફ્રી નંબર 1947 પર કોલ કરીને આધારથી નવા મોબાઈલ નંબરને લિંક કરવાની સ્થિતિ પણ જાણી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો