કોરોના સંકટ પર PM MODI અને અમેરિકાના રાષ્ટ્રપતિ JOE BIDEN વચ્ચે વાતચીત થઈ, જાણો અમેરિકા શું મદદ કરશે

|

Apr 26, 2021 | 11:37 PM

વાતચીત બાદ PM MODI એ ટ્વીટ કર્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ બિડેન સાથે સાર્થક ચર્ચા થઈ હતી. અમે બંને દેશોમાં ઉદ્ભવતા કોરોના કટોકટીની વિગતવાર ચર્ચા કરી.

કોરોના સંકટ પર PM MODI અને અમેરિકાના રાષ્ટ્રપતિ JOE BIDEN વચ્ચે વાતચીત થઈ, જાણો અમેરિકા શું મદદ કરશે
FILE PHOTO

Follow us on

કોરોના સંકટ પર PM MODI અને અમરિકાના રાષ્ટ્રપતિ JO BIDEN વચ્ચે સોમવારે રાત્રે 10 વાગ્યે ફોન પર વાતચીત થઈ. ભારત અને અમેરિકામાં ઉદ્ભવતા કોરોના સંકટ અંગે બંને નેતાઓ વચ્ચે વાતચીત થઈ છે. વાતચીત બાદ પીએમ મોદીએ ટ્વીટ કર્યું હતું કે યુએસ રાષ્ટ્રપતિ બિડેન સાથે સાર્થક ચર્ચા થઈ હતી. અમે બંને દેશોમાં ઉદ્ભવતા કોરોના કટોકટીની વિગતવાર ચર્ચા કરી. ચર્ચા દરમિયાન, અમે રસી માટે કાચા માલ અને દવાઓની સપ્લાય અંગે ગંભીરતાથી ચર્ચા કરી છે. આ ઉપરાંત PM MODI એ પણ રાષ્ટ્રપતિ બિડેનને આ કટોકટીની સ્થિતિમાં બોલવા બદલ આભાર માન્યો હતો.

PM MODI એ રાષ્ટ્રપતિ બિડેનને કહ્યું કે કોવાક્સ અને ક્વાડ રસીકરણ પહેલ દ્વારા ભારત અન્ય દેશોને પણ કોરોના રસી પૂરી પાડે છે. વડાપ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ બિડેન વચ્ચે એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે બંને નેતાઓ કોરોના સંકટને પહોંચી વળવા માટે સતત એકબીજાના સંપર્કમાં રહેશે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

પીએમ મોદીએ યુએસ રાષ્ટ્રપતિ જો બીડેનને પણ વિકાસશીલ દેશો માટે રસી અને દવાઓનો ઝડપી અને સસ્તું વપરાશ સુનિશ્ચિત કરવા ટ્રપ્સ સમજૂતીના માપદંડને માફ કરવા ડબ્લ્યુટીઓમાં ભારતની પહેલ વિશે માહિતગાર કર્યા.

અમેરિકા કોવિશિલ્ડ રસી માટે કાચો માલ પૂરો પાડશે
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકાએ ભારતમાં કોવિશિલ્ડ રસી બનાવવા માટે જરૂરી કાચા માલની ઓળખ કરી છે, જે ભારતને તાત્કાલિક ઉપલબ્ધ કરાશે.

ફ્રન્ટલાઈન વર્કર્સને પણ મદદ પૂરી પાડવામાં આવશે
ભારતમાં ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર્સને સુરક્ષિત રાખવા અને કોરોના દર્દીઓની સારવાર માટે જરૂરી વેન્ટિલેટર, પીપીઇ કિટ્સ, ઝડપી ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કિટ્સ, વગેરે પણ તુરંત આપવામાં આવશે. યુએસ ભારતને તાત્કાલિક ઓક્સિજન ઉત્પાદન અને તેનાથી સંબંધિત પુરવઠો આપવાનાં વિકલ્પો પર કામ કરી રહ્યું છે.

વિદેશપ્રધાન એસ જયશંકરે યુકેના વિદેશપ્રધાન ડોમિનિક રાબ સાથે વાત કરી
બ્રિટેને કોરોના વાયરસ સંકટ સાથે ભારતના સહયોગની જાહેરાત કર્યાના એક દિવસ બાદ વિદેશપ્રધાન એસ જયશંકરે સોમવારે તેમના યુકેના સમકક્ષ ડોમિનિક રાબ સાથે વાત કરી હતી અને દ્વિપક્ષીય સહકારની ચર્ચા કરી હતી. જયશંકરે કહ્યું કે તેઓ અને વિદેશપ્રધાન રાબે ભારત-યુકે દ્વિપક્ષીય કાર્યસૂચિમાં પ્રગતિની સમીક્ષા કરી.

આ પણ વાંચો : કોરોનાના સંકટમાં પણ ચીનની નફ્ફટાઈ, રોકી રહ્યું છે ઓક્સીજન સંબંધી માલ-સામાન

Published On - 11:27 pm, Mon, 26 April 21

Next Article