સુરત કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું હાઈકોર્ટમાં જવું કે નહી નિર્ણય પર સસ્પેન્સ, કોંગ્રેસ હવે સમય લેશે

|

Apr 20, 2023 | 11:33 PM

ર્વ મુખ્યમંત્રી અને દિગ્વિજય સિંહે આ મામલે ભાજપ સરકાર પર મોટુ નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરી રહેલા જજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યા છે.

સુરત કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું હાઈકોર્ટમાં જવું કે નહી નિર્ણય પર સસ્પેન્સ, કોંગ્રેસ હવે સમય લેશે
Rahul Gandhi (File Image)

Follow us on

સુરતઃ ગુજરાતની એક કોર્ટે આજે એટલે કે ગુરુવારે મોદી અટક ધરાવતી બદનક્ષીની અરજી ફગાવી દીધી છે. જે બાદ રાહુલ ગાંધી પાસે હાઈકોર્ટ જવાનો વિકલ્પ છે. પરંતુ હવે સુત્રોમાંથી જે સમાચાર મળી રહ્યા છે તે મુજબ રાહુલે સુરત કોર્ટ સામેના નિર્ણય સામે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવાના મામલે હજુ પણ સસ્પેન્સ છે. જો કે સુરત કોર્ટમાં રાહુલ ગાંધીનો કેસ લડી રહેલા વકીલે કહ્યું કે તેઓ આવતીકાલે સવારે અપીલ દાખલ કરશે. પરંતુ કોંગ્રેસના સુત્રોના જણાવ્યા મુજબ હજુ નક્કી નથી.

તેમણે કહ્યું કે ચુકાદો જોયા પછી અમે તે અરજી તૈયાર કરીને આગળ વધીશું. અને ટૂંક સમયમાં હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરશે. પરંતુ આપણે એમ કહી શકતા નથી કે આપણે કાલે જ કરીશું. જણાવી દઈએ કે આ મામલો 2019ની લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. કોંગ્રેસ નેતાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે દરેક ચોરની અટક મોદી કેમ હોય છે. તેમના નિવેદન બાદ કોંગ્રેસમાં ભારે વિવાદ સર્જાયો હતો.

ગુજરાતના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ તેમની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જેના પર તાજેતરમાં સુરત કોર્ટે 23 માર્ચ 2023ના રોજ ચુકાદો આપ્યો હતો. જેના આધારે બીજા દિવસે રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ રદ્દ કરવામાં આવ્યું હતું.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

કોંગ્રેસ નેતાએ ભાજપ સરકાર પર નિશાન સાધ્યું

બીજી તરફ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્વિજય સિંહે આ મામલે ભાજપ સરકાર પર મોટુ નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીના કેસની સુનાવણી કરી રહેલા જજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યા છે. આ મામલામાં પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું હતું કે ભાજપના લોકો અલગ દેશ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આજના દિવસને કાળો દિવસ ગણાવતા મુફ્તીએ કહ્યું કે કેન્દ્ર સરકાર વિપક્ષના નેતાઓને પરેશાન કરવામાં વ્યસ્ત છે. જાણી જોઈને તેમને જેલમાં ધકેલી રહ્યા છે.

ન્યાયાધીશ અમિત શાહના વકીલ

તેમણે કહ્યું કે અમને અપેક્ષા નહોતી, પરંતુ સાંભળ્યું છે કે જે ન્યાયાધીશ છે તે પહેલા અમિત શાહના વકીલ હતા. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના માનહાનિ કેસની સુનાવણી કરી રહેલા રોબિન મોગેરાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કેસ લડ્યો છે. મોગેરાએ વર્ષ 2006માં તુલસીરામ પ્રજાપતિ નકલી એન્કાઉન્ટર કેસ લડ્યો હતો. તે સમયે અમિત શાહ ગુજરાતના ગૃહમંત્રી હતા. માહિતી અનુસાર, મોગરાએ શાહનો આ કેસ 2014 સુધી લડ્યો હતો.

Published On - 11:33 pm, Thu, 20 April 23

Next Article