Gyanvapi Masjid Survey : અનેક ચોંકાવનારા રહસ્યો આવ્યા સામે, જાણો અંદરથી હિંદુ ધર્મ સાથે જોડાયેલી કઈ કઈ નિશાનીઓ જોવા મળી

|

May 16, 2022 | 8:50 AM

Survey of Gyanvapi mosque : ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સતત બીજા દિવસે સર્વે (Survey) અને વિડીયોગ્રાફીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 65 ટકા સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે આજે સોમવારે ફરી એકવાર શરૂ થશે.

Gyanvapi Masjid Survey : અનેક ચોંકાવનારા રહસ્યો આવ્યા સામે, જાણો અંદરથી હિંદુ ધર્મ સાથે જોડાયેલી કઈ કઈ નિશાનીઓ જોવા મળી
Survey of Gyanvapi Masjid

Follow us on

ઉત્તર પ્રદેશના વારાણસી (Varanasi) જિલ્લામાં જ્ઞાનવાપી મસ્જિદ (Gyanvapi Masjid) સંકુલના સર્વે-વીડિયોગ્રાફી દરમિયાન અનેક ચોંકાવનારા રહસ્યો સામે આવ્યા છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરના ઉપરના ભાગ એટલે કે શ્રૃંગાર ગૌરી માતાના મંદિરના ઉપરના ભાગને જોતા એવું લાગે છે કે જાણે તે શિખરની ટોચ પર કોઈએ ઘુમ્મટ બનાવ્યો હોય.. વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. અંદર અને બહાર કુલ પાંચ ભોંયરાઓ છે, જેમાંથી એક ભોંયરાનો દરવાજો દરવાજો તે દરવાજા પાસે મળી આવ્યો છે. અમે આગળ ગયા તો ખબર પડી કે ત્યાં એક દરવાજો બંધ હતો, જે આગળ એક ટનલ જેવો છે. એવી આશા રાખવામાં આવી રહી છે કે આ સુરંગ સીધી ગંગાના કિનારે જાય છે, કારણ કે ભૂતકાળમાં એવો નજારો હતો કે ગંગામાં સ્નાન કર્યા પછી લોકો સીધા મંદિરમાં પૂજા કરવા આવતા હતા.

અંદર શું શું મળ્યું ?

જ્ઞાનવાપી પરિસરમાં અત્યાર સુધી લોકો જાણતા હતા કે એક જ કૂવો છે, જેનું નામ જ્ઞાનવાપી રાખવામાં આવ્યું છે. જ્યારે હાલ વિડિયોગ્રાફી કરવામાં આવી છે ત્યારે જાણવા મળ્યું છે કે એક નહીં પરંતુ બે કૂવા છે. TV9 ભારતવર્ષને મળેલી માહિતી અનુસાર, વીડિયોગ્રાફી દરમિયાન ત્રિશૂળ, સ્વસ્તિક, દેવી-દેવતાઓના ખંડિત અવશેષો, દેવતાઓને રાખવા માટેની જગ્યાઓ, મસ્જિદની અંદર બે કૂવા, ભોંયરામાં ઘંટ, સંસ્કૃત શ્લોક અને પાણીના સ્ત્રોત મળી આવ્યા છે. ભગવાન ભૈરવની સવારી સહિત કુલ પાંચ ભોયરાં મળી આવ્યા છે. ભોંયરાનો દરવાજો બંધ છે, જે ઇંટોથી ભરેલો છે.

જણાવી દઈએ કે સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સતત બીજા દિવસે સર્વે અને વિડિયોગ્રાફીની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગઈકાલ રવિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 65 ટકા સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે અને તે સોમવારે ફરી એકવાર શરૂ થશે. કોર્ટના આદેશ મુજબ સર્વેની કામગીરી સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી કરવાની છે. રવિવારે સવારે 1.30 વાગ્યે સર્વે ટીમ બહાર આવી હતી. સ્પેશિયલ એડવોકેટ કમિશનર વિશાલ સિંહે જણાવ્યું હતું કે, “કોર્ટના આદેશ પર, સર્વેની કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે હાથ ધરવામાં આવી હતી. સર્વેમાં કોઈ અવરોધ ન હતો. સર્વે રિપોર્ટ ગોપનીય છે અને તેને અત્યારે જાહેર કરી શકાશે નહીં. સિંહના જણાવ્યા અનુસાર, સર્વેને સમયસર પૂર્ણ કરવાના તમામ પ્રયાસ કરવામાં આવશે અને 17 મેના રોજ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સર્વેનું લગભગ 65 ટકા કામ પૂર્ણ – હિન્દુ પક્ષ

હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે જણાવ્યું કે રવિવારે લગભગ 65 ટકા સર્વેનું કામ પૂર્ણ થઈ ગયું છે. યાદવે કહ્યું કે, વકીલોને આ પ્રકારના સર્વે કાર્યની આદત નથી અને તે પુરાતત્વીય સર્વેક્ષણનું કામ છે, તેથી તેમાં થોડો સમય લાગી રહ્યો છે. સર્વેક્ષણ સ્થળ પર પહોંચેલા વારાણસી પોલીસ કમિશનર એ સતીશ ગણેશે કહ્યું, “કોર્ટના આદેશ મુજબ, બીજા દિવસે પણ જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં સર્વેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને કમિશનના સભ્યોએ અંદર કામ કર્યું હતું.” તેમણે વધુમા કહ્યું કે, “શનિવારે પણ સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ રવિવારે તે સુનિશ્ચિત કરવા માટે વધુ સુધારી દેવામાં આવી છે કે અહી આવનારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો ના પડે.” “આદર્શ વાતાવરણ પૂરું પાડવાની અમારી જવાબદારી છે જેથી સર્વેક્ષણ પ્રક્રિયા કોઈપણ અવરોધ વિના આગળ વધી શકે,”

Next Article