સર્વેઃ યુપીમાં ભાજપની બેઠકો ઘટશે, જાણો પંજાબ સહિત 5 રાજ્યોમાં કોની બની શકે છે સરકાર

|

Nov 13, 2021 | 12:08 PM

પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે. રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. સર્વે અનુસાર કોંગ્રેસને 42 થી50 બેઠકો અને શિરોમણી અકાલી દળ (SAD)ને 16 થી24 બેઠકો મળી શકે છે.

સર્વેઃ યુપીમાં ભાજપની બેઠકો ઘટશે, જાણો પંજાબ સહિત 5 રાજ્યોમાં કોની બની શકે છે સરકાર

Follow us on

2022 ની શરૂઆતમાં દેશના 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તેમની તૈયારીઓ તેજ કરી દીધી છે. આવતા વર્ષની શરૂઆતમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં ચૂંટણી યોજાવાની છે. આમાંથી ચાર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળની સરકાર સત્તામાં છે, જ્યારે પંજાબમાં કોંગ્રેસ સત્તામાં છે. સી-વોટર અને અન્યોએ કરેલા સર્વે મુજબ આગામી ચૂંટણીમાં કયા રાજ્યમાં સત્તાની ફેરબદલ થશે અથવા કયો પક્ષ ફરી સત્તામાં આવશે ? તે અંગે જાણો આ અહેવાલ.

સર્વે અનુસાર ઉત્તર પ્રદેશમાં ફરી એકવાર ભાજપની સરકાર બની શકે છે. રાજ્યમાં વિધાનસભાની 403 બેઠકો છે. સર્વે મુજબ ભાજપ અને તેના સહયોગી દળોને રાજ્યમાં 213થી 221 બેઠકો મળી શકે છે. બીજી તરફ બીજેપી ગઠબંધનને 41 ટકા વોટ મળી શકે છે. આ સિવાય સમાજવાદી પાર્ટી (SP) અને તેના સહયોગીઓ 152 થી 160 સીટો પર જીત મેળવી શકે છે. મતોની ટકાવારીની દૃષ્ટિએ પણ તેઓ 31 ટકા સાથે બીજા ક્રમે છે. સર્વે અનુસાર, બહુજન સમાજ પાર્ટી (BSP)ને 16 થી 20 બેઠકો (મત ટકાવારી-15), કોંગ્રેસને 6થી 10 બેઠકો (મતની ટકાવારી-9) અને અન્યને 2 થી 6 બેઠકો (મત ટકાવારી-4) મળી શકે છે.

પંજાબમાં AAP સૌથી મોટી પાર્ટી છે
બીજી તરફ પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે. રાજ્યમાં કુલ 117 વિધાનસભા બેઠકો છે. સર્વે અનુસાર કોંગ્રેસને 42-50 (મત ટકાવારી-35), શિરોમણી અકાલી દળ (SAD)ને 16-24 બેઠકો (મત ટકાવારી-21), આમ આદમી પાર્ટીને 47-53 બેઠકો (મત ટકાવારી-36) મળી શકે છે. અહીં ભાજપનું પ્રદર્શન કથળવાના સંકેત દેખાઈ રહ્યા છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

ઉત્તરાખંડમાં ભાજપની લીડ શક્ય છે
સર્વે અનુસાર, ઉત્તરાખંડમાં ભાજપની આગેવાની થવાની ધારણા છે, જો કે કોંગ્રેસ અહીં કડક ટક્કર આપી શકે છે. રાજ્યમાં 70 વિધાનસભા મતવિસ્તાર છે. અહીં ભાજપને 36-40 બેઠકો (મત ટકાવારી-41) પર જીત મળી શકે છે. બીજી તરફ, કોંગ્રેસને 30-34 બેઠકો (મત ટકાવારી-36), આમ આદમી પાર્ટીને 0-2 (મતની ટકાવારી-12) અને અન્યને 0-1 બેઠકો મળવાની ધારણા છે.

ગોવામાં પણ ભાજપનુ પુનરાવર્તન થઈ શકે છે
ગોવામાં પણ બીજેપી પુનરાગમન કરતી જોવા મળી રહી છે. રાજ્યમાં વિધાનસભાની 40 બેઠકો છે. સર્વે મુજબ ભાજપને રાજ્યમાં 19-23 બેઠકો (મત ટકાવારી-36) મળી શકે છે. બીજી તરફ કોંગ્રેસને 2-6 બેઠકો (મત ટકાવારી-19) અને આમ આદમી પાર્ટીને 3-7 બેઠકો (મત ટકાવારી-24) મળી શકે છે. સર્વેમાં અન્ય લોકોને 8-12 બેઠકો મળે તેવી અપેક્ષા છે. મમતા બેનર્જીની આગેવાની હેઠળની તૃણમૂલ કોંગ્રેસ પણ રાજ્યમાં ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે.

મણિપુરમાં ‘ખેલા’ યોજાશે
જ્યારે મણિપુરમાં ભાજપ 25-29 બેઠકો (મત ટકાવારી-39) પર જીત મેળવી શકે છે. રાજ્યમાં વિધાનસભાની 60 બેઠકો છે. આવી સ્થિતિમાં કોઈ પણ પક્ષ બહુમતીનો આંકડો પાર કરી શકતો નથી. સર્વે અનુસાર, કોંગ્રેસને 20-24 બેઠકો (મતની ટકાવારી-33), નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF)ને 4-8 બેઠકો (મત ટકાવારી-9) અને અન્યને 3-7 (મતની ટકાવારી-19) મળી શકે છે.

આ પણ વાંચોઃ

2021 T20 World Cup Final: ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાને સરળતાથી ફાઈનલની ટિકિટ ન મળી, જાણો તેમના પ્રવાસની સફળ વિશે

Next Article