પ્રજાસત્તાક દિવસ પહેલા મોટી જાહેરાત, સુપ્રીમ કોર્ટના 1000 ચૂકાદાઓનો થશે અનુવાદ, 12 ભાષામાં થશે ઉપલબ્ધ

|

Jan 25, 2023 | 5:22 PM

CJI ડીવાય ચંદ્રચૂડે બુધવારે કહ્યું કે ઈલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટસ (E-SCR) પરિયોજના પ્રજાસત્તાક દિવસે બંધારણની આઠમી અનૂસૂચીમાં સૂચિબદ્ધ ભાષાઓમાં કોર્ટના ચુકાદાઓ આપવાનું શરૂ કરશે.

પ્રજાસત્તાક દિવસ પહેલા મોટી જાહેરાત, સુપ્રીમ કોર્ટના 1000 ચૂકાદાઓનો થશે અનુવાદ, 12 ભાષામાં થશે ઉપલબ્ધ
Supreme Court
Image Credit source: File Image

Follow us on

પ્રજાસત્તાક દિવસ પર સુપ્રીમ કોર્ટ 1000થી વધારે નિર્ણય જાહેર કરશે, જેનો અલગ અલગ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે. CJI ડીવાય ચંદ્રચૂડે બુધવારે એટલે કે 25 જાન્યુઆરીએ આની જાહેરાત કરી. તેમને કહ્યું કે નિર્ણયોના અનુવાદ હવે ઝડપથી થઈ રહ્યા છે. ચીફ જસ્ટિસે કહ્યું કે નિર્ણયોનું ઉડિયા, અસમિયા, ખાસી, ગારો, પંજાબી, નેપાળી અને બંગાળીમાં અનુવાદ કરવામાં આવી રહ્યો છે.

CJI ડીવાય ચંદ્રચૂડે બુધવારે કહ્યું કે ઈલેક્ટ્રોનિક સુપ્રીમ કોર્ટ રિપોર્ટસ (E-SCR) પરિયોજના પ્રજાસત્તાક દિવસે બંધારણની આઠમી અનૂસૂચીમાં સૂચિબદ્ધ ભાષાઓમાં કોર્ટના ચુકાદાઓ આપવાનું શરૂ કરશે.

સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ થશે સુપ્રીમ કોર્ટના 1091 નિર્ણય

ખંડપીઠ સુનાવણી માટે બેઠી કે તરત જ ચીફ જસ્ટિસે વકીલોને કહ્યું કે સર્વોચ્ચ અદાલત ગુરૂવારે ઈ-એસસીઆર પ્રોજેક્ટના એકભાગનું અમલીકરણ શરૂ કરશે, જેની હેઠળ અનુસૂચીમાં દાખલ કેટલીક સ્થાનિક ભાષાઓમાં જજમેન્ટ્સ ફ્રીમાં ઉપલબ્ધ થઈ શકશે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

તેમને કહ્યું e-SCR પસિવાય હવે અમારી પાસે સ્થાનિક ભાષાઓમાં સુપ્રીમ કોર્ટના 1091 નિર્ણય પણ છે, જે પ્રજાસત્તાક દિવસ પર ઉપલબ્ધ થશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય e-SCR પ્રોજેક્ટ સિવાય સુપ્રીમ કોર્ટની વેબસાઈટ, તેની મોબાઈલ એપ્લિકેશન અને રાષ્ટ્રીય ન્યાયિક ડેટા ગ્રિડ (NJDJ)ના નિર્ણય પોર્ટલ પર ઉપલબ્ધ હશે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ફરી તણાવ વધ્યો, ફવાદ ચૌધરીની ધરપકડ બાદ ઈમરાન ખાન પર લટકતી તલવાર

કઈ 12 ભાષાઓમાં ઉપલબ્ધ હશે સુપ્રીમ કોર્ટના નિર્ણય

  1. ઉડિયામાં
  2. મરાઠીમાં
  3. અસમિયામાં
  4. ગારોમાં
  5. કન્નડમાં
  6. ખાસીમાં
  7. મલયાલમમાં
  8. નેપાળીમાં
  9. પંજાબીમાં
  10. તમિલમાં
  11. તેલુગુમાં
  12. ઉર્દૂમાં

બંધારણની આઠમી અનુસૂચીમાં 22 ભાષાઓ

તમને જણાવી દઈએ કે બંધારણની આઠમી અનુસૂચીમાં 22 ભાષાઓ છે. તેમાં અસમિયા, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઉડિયા, પંજાબી, સંસ્કૃત, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ, બોડો, સંથાલી, મૈથિલી અને ડોગરી સામેલ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ પહેલા કર્યુ હતું ટ્વીટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CJIના આ વીડિયોને શેયર કરતા લખ્યું છે કે આ ખુબ જ પ્રશંસનીય વિચાર છે. વડાપ્રધાને ટ્વીટમાં લખ્યું ‘તાજેત્તરમાં જ એક કાર્યક્રમમાં માનનીય CJI જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે સુપ્રીમ કોર્ટના જજમેન્ટ્સને સ્થાનિક ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની જરૂર છે. તેમને તેના માટે ટેકનોલોજીના ઉપયોગની વાત કરી છે. આ ખુબ જ પ્રશંસનીય વિચાર છે, તેનાથી ઘણા લોકોને મદદ મળશે, ખાસ કરીને યુવાનોને ઘણી મદદ મળશે.’

Published On - 5:22 pm, Wed, 25 January 23

Next Article