DELHI : કોરોનાથી મોત થયેલા મૃતકોના પરિવારજનોને ઝપડથી સહાય આપવા મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સહીતની રાજ્ય સરકારોને ફટકાર લગાવી છે.સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને 10 દિવસની અંદર મૃતકોના પરિવારને સહાય આપવા આદેશ કર્યો છે.. જો જેતે રાજ્ય સરકાર સહાય 10 દિવસમાં નહીં ચુકવે તો સુપ્રીમ કોર્ટ કાર્યવાહી કરશે.કોરોના અસરગ્રસ્ત પરિવારોને વળતર આપવામાં ઢીલ બદલ ઠપકો આપ્યો છે. નોંધનિય છે કે, કોવિડ સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. પરંતુ આ મદદ આપવામાં વિલંબ થઈ રહ્યો છે. આને લગતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટ એ વાતથી નારાજ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે અગાઉ 13 ડિસેમ્બરે આ જ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર અને મહારાષ્ટ્ર સરકાર ને કોરોના વાયરસના સંક્રમણને કારણે મૃત્યુ પામેલા લોકોના પરિજનોને 50,000 રૂપિયાનું વળતર આપવા બદલ ઠપકો આપ્યો હતો. સર્વોચ્ચ અદાલતે યોજના અને અરજી પ્રક્રિયા વિશે વાત ફેલાવવા માટે પૂરતા પ્રયાસો ન કરવા બદલ તેને ઠપકો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને વળતરના વિતરણને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો અને કહ્યું છે કે તમામ બાકી અરજદારોને એક અઠવાડિયાની અંદર વળતર આપવામાં આવે. મહારાષ્ટ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે 87,000 અરજીઓ મળી હતી, જેમાંથી 8,000 અરજીઓ સ્વીકાર્યા બાદ વળતર ચૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે કહ્યું કે 30 ડિસેમ્બર સુધીમાં અમે 50,000 અરજીઓ પર વળતરનું વિતરણ કરીશું.
સુપ્રીમ કોર્ટે 15 નવેમ્બરના રોજ એક્સ-ગ્રેશિયાની રકમ આપવા અંગેના તેના નિર્દેશોની વિરુદ્ધ નોટિફિકેશન બહાર પાડવા બદલ ગુજરાત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે 4 ઑક્ટોબરે કહ્યું હતું કે કોઈ પણ સરકાર કોવિડ-19થી મૃત્યુ પામેલા વ્યક્તિના નજીકના સંબંધીઓને 50,000 રૂપિયાનું વળતર આપવાનો ઇનકાર કરશે નહીં કારણ કે મૃત્યુ પ્રમાણપત્રમાં કોરોનાથી મૃત્યુ થયાનો ઉલ્લેખ નથી.
આ પણ વાંચો : AHMEDABAD : શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીના નિવેદનને હાઈકોર્ટે શરમજનક ગણાવ્યું, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો : AHMEDABAD : ફરજિયાત રસીકરણ વિરુદ્ધની અરજી ફગાવી હાઈકોર્ટે અરજદારોને ઝાટક્યા
Published On - 8:19 am, Sat, 18 December 21