2002ના ગોધરા કાંડના દોષિતોએ કહ્યું, અમે માત્ર પથ્થર માર્યા, SGએ કહ્યું, ના સાહેબ આ લોકોએ ટ્રેન પણ સળગાવી !

|

Jan 30, 2023 | 2:43 PM

ગોધરા ટ્રેન કાંડના દોષિતોએ સુપ્રિમ કોર્ટમાં જામીન અરીજી દાખલ કરી છે અને કહ્યું કે, અમે ફક્ત પથ્થરમારો કર્યો હતો, પણ અમને સજા આજીવન કેદની મળી છે.

2002ના ગોધરા કાંડના દોષિતોએ કહ્યું, અમે માત્ર પથ્થર માર્યા, SGએ કહ્યું, ના સાહેબ આ લોકોએ ટ્રેન પણ સળગાવી !
Image Credit source: Google

Follow us on

ગોધરા ટ્રેન કાંડના દોષિતોની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ ફટકારી છે. કુલ 27 દોષિતોએ જામીન અરજી દાખલ કરી છે. આરોપીઓ વતી કહેવામાં આવ્યું હતું કે અમારો દોષ માત્ર એટલો હતો કે અમે માત્ર પથ્થરમારો કર્યો હતો, પરંતુ તેઓ આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે કહ્યું કે, માત્ર પથ્થરમારો જ નહીં, આ લોકોએ ટ્રેનની કેટલીક બોગીને પણ આગ લગાવી દીધી. કુલ 27 દોષિતોએ અરજી દાખલ કરી છે.

ગત વર્ષે ડિસેમ્બરમાં લગભગ 17 વર્ષથી જેલમાં રહેલા આ કેસના આરોપીઓની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું હતું કે, પથ્થરબાજીના આરોપીઓની જામીન પર વિચાર કરી શકાય છે. સુપ્રીમ કોર્ટે ગોધરા ટ્રેન કાંડના દોષિતોની જામીન અરજી પર સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી છે. ગોધરા કાંડના કુલ 27 દોષિતોએ જામીન અરજી કરી છે. આરોપીઓએ કોર્ટમાં દલીલ કરી છે કે તેમનો દોષ માત્ર પથ્થરબાજીનો હતો. તેઓએ માત્ર ટ્રેન પર પથ્થરમારો કર્યો હતો.

આ લોકોએ ટ્રેનની બોગીમાં આગ પણ લગાવી

સુપ્રીમ કોર્ટમાં આરોપીઓએ કહ્યું કે તેઓએ માત્ર ટ્રેન પર પથ્થરમારો કર્યો, આગ લગાવી નથી. આ ગુનામાં તેને આજીવન કેદની સજા થઈ છે. જ્યારે ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે કહ્યું હતું કે માત્ર પથ્થરમારો જ નહીં, આ લોકોએ ટ્રેનની બોગીમાં આગ પણ લગાવી હતી. સોલિસિટર જનરલે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં કેટલાક આરોપીઓને આજીવન કેદ અને કેટલાકને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

‘તે માત્ર પથ્થરમારો નથી’

SG તુષાર મહેતાના આ જવાબ પર CJI DY ચંદ્રચુડે કહ્યું કે શું તમે વિભાજિત કરી શકો છો કે કોને આજીવન કેદ અને કોને ફાંસીની સજા થઈ છે. એસજીએ કહ્યું કે કેટલાક લોકો કહી રહ્યા છે કે તેમની ભૂમિકા માત્ર પથ્થરબાજીની હતી. પરંતુ જ્યારે તમે બોગીને બહારથી લોક કરો, આગ લગાડો, પછી પથ્થરમારો કરો, તો માત્ર પથ્થરમારો નથી.

પથ્થરબાજીના આરોપીઓને જામીન પર વિચાર કરી શકાય

આ મામલે 3 ડિસેમ્બર 2022ના રોજ પણ સુનાવણી થઈ હતી. આરોપીની અપીલ અરજી 2018થી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. આ મામલાની સુનાવણી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુરણ અને પીએસ નરસિમ્હાની બેંચમાં થઈ હતી. લગભગ 17 વર્ષથી જેલમાં રહેલા આ કેસના આરોપીઓની અરજી પર સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે પથ્થરબાજીના આરોપીઓને જામીન પર વિચાર કરી શકાય છે.

59 હિન્દુ મુસાફરોના મોત થયા

જો કે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ તેનો વિરોધ કર્યો હતો. કહ્યું કે આ માત્ર પથ્થરબાજીનો મામલો નથી. આરોપીઓએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી. ચોક્કસ સમુદાયના મુસાફરોને નિશાન બનાવીને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જેના કારણે 59 હિન્દુ મુસાફરોના મોત થયા છે. આ કે સમાં ગુજરાત હાઈકોર્ટ વર્ષ 2017માં જ 11 આરોપીઓને ફાંસીની સજા સંભળાવી છે. અન્ય વીસને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી છે.

Next Article