ગુજરાત સરકારના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે, ગોધરા ટ્રેન કાંડના દોષિતના જામીન કર્યા મંજૂર

|

Dec 15, 2022 | 4:47 PM

જામીન અરજીની સુનાવણી દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હાની બેન્ચે દોષિત ફારૂક તરફથી હાજર રહેલા વકીલની એ દલીલ સ્વીકારી હતી કે આરોપીએ જેલમાં જે સમયગાળો વિતાવ્યો છે તેને ધ્યાનમાં રાખીને તેને જામીન આપવા જોઈએ.

ગુજરાત સરકારના વિરોધ વચ્ચે સુપ્રીમ કોર્ટે, ગોધરા ટ્રેન કાંડના દોષિતના જામીન કર્યા મંજૂર
Supreme Court

Follow us on

ગુજરાતના ગોધરા ટ્રેન હત્યાકાંડના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આરોપી 17 વર્ષ બાદ જેલમાંથી જામીન ઉપર બહાર આવશે. 17 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટે આરોપીને જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટે, આરોપીના જામીન મંજૂર કરતા કહ્યું કે તે 17 વર્ષથી જેલમાં છે. મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ પી એસ નરસિમ્હાની ખંડપીઠે દોષિત ફારૂક તરફે હાજર રહેલા વકીલની દલીલ સ્વીકારી કે, દોષિતે જેલમાં જે સમયગાળો વિતાવ્યો છે તેને ધ્યાનમાં રાખીને જામીન આપવા જોઈએ.

ગોધરા ટ્રેન હત્યાકાંડના અનેક દોષિતોની સજા સામે દાખલ કરાયેલી અપીલ સુપ્રીમ કોર્ટમાં ચૂકાદા માટે પેન્ડિંગ છે. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં જણાવ્યું હતું કે ગોધરા ટ્રેન હત્યાકાંડ સૌથી જઘન્ય અપરાધ હતો. જેમાં મહિલાઓ, પુરુષ અને નાના બાળકો સહિત કુલ 59 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. દોષિતોની અરજીઓ પર વહેલી તકે સુનાવણી કરવાની જરૂર છે. ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના કોચ એસ-6 ઉપર પથ્થરમારો કરવા બદલ ફારૂક સહિત અન્ય ઘણાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે સામાન્ય રીતે પથ્થરમારાને ગૌણ પ્રકૃતિનો ગુનો માનવામાં આવે છે, પરંતુ આ કિસ્સામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના કોચ એસ-6ને અલગ કરવામાં આવ્યો હતો. મુસાફરો કોચની બહાર ના આવી શકે તે માટે તેના પર ભારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તુષાર મહેતાએ વધુમાં જણાવ્યું કે આ સિવાય, દોષીતોએ આગને કાબૂમાં લેવા આવતા ફાયર બ્રિગેડના જવાનો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. 27 ફેબ્રુઆરી 2002ના રોજ, ગુજરાતના ગોધરાના સિંગલ ફળીયા ખાતે સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના S-6 કોચમાં આગ લગાડવામાં આવી હતી, જેમાં મહિલા, પુરુષ અને નાના બાળકો સહીત કુલ 59 મુસાફરો જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે, ગુજરાતભરમાં કોમી રમખાણો ભડકી ઉઠ્યા હતા.

 

Next Article