Electricity: દેશના 27 રાજ્યમાં મળે છે વીજળી પર સબસિડી, જાણો સરકાર કેટલો કરી રહી છે ખર્ચ

|

Jun 02, 2023 | 9:57 AM

એક રિપોર્ટ અનુસાર, આ તમામ રાજ્યો મળીને વીજળી સબસિડી પર 1.32 ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. આ રાજ્યોમાં દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક ટોચ પર છે. આ રાજ્યોની સરકારો વીજળી સબસિડી પર લગભગ 49 હજાર રૂપિયા ખર્ચી રહી છે.

Electricity: દેશના 27 રાજ્યમાં મળે છે વીજળી પર સબસિડી, જાણો સરકાર કેટલો કરી રહી છે ખર્ચ
Electricity

Follow us on

Power Subsidy: રાજસ્થાનમાં સરકારે હવે દર મહિને 100 યુનિટ મફત વીજળી (Free Electicity)આપવાની જાહેરાત કરી છે. આ સિવાય સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જો કોઈ પરિવાર 100 યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ કરે છે, તો તેણે 100 યુનિટ સિવાયના બાકીના યુનિટ પર ફિક્સ ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ અને અન્ય તમામ ચાર્જ ચૂકવવા પડશે નહીં. રાજસ્થાન સહિત દેશના 27 કેન્દ્રશાસિત પ્રદેશ અને રાજ્ય વીજળી પર સબસિડી આપી રહ્યા છે.

વીજળી સબસિડી પર 1.32 ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ

એક રિપોર્ટ અનુસાર, આ તમામ રાજ્યો મળીને વીજળી સબસિડી પર 1.32 ટ્રિલિયન રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે. આ રાજ્યોમાં દિલ્હી, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક ટોચ પર છે. આ રાજ્યોની સરકારો વીજળી સબસિડી પર લગભગ 49 હજાર રૂપિયા ખર્ચી રહી છે. મોટી વાત એ છે કે જે રાજ્યો વીજળી સબસિડી આપે છે તેમના પર વીજ ઉત્પાદન કંપનીઓ એક લાખ કરોડથી વધુની બાકી છે. ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ રાજ્યોને વીજ કંપનીઓના બાકી લેણાં ચૂકવવા કહ્યું હતું.

દિલ્હીની શું સ્થિતિ છે

રાજધાની દિલ્હીમાં મફત વીજળી આપવાનો ટ્રેન્ડ વર્ષો જૂનો છે. રાજ્યમાં 2018-19 અને 2020-21 વચ્ચે સબસિડી ખર્ચમાં 85 ટકાનો વધારો થયો છે. સરકાર વર્ષ 2018-19માં સબસિડી પર 1,699 કરોડ રૂપિયા ખર્ચી રહી હતી. જ્યારે વર્ષ 2020-21માં સરકાર પર વીજળી સબસિડીનો બોજ વધીને 3149 કરોડ થઈ ગયો.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

મધ્યપ્રદેશની શું સ્થિતિ છે

એમપી સરકારે 2018-19 અને 2020-21 વચ્ચે વીજળી સબસિડી પર 47 હજાર 932 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જો કે, હવે સરકાર પર સબસિડી ખર્ચનો બોજ વધી ગયો છે, કારણ કે સરકાર ખેડૂતોને વીજળી સબસિડી આપવા પાછળ વધારાના 16 હજાર 424 કરોડ રૂપિયા ખર્ચી રહી છે. વર્ષ 2022-23માં સબસિડી અંગે સરકાર દ્વારા કરાયેલી નવી જાહેરાતોથી રાજ્યનું વીજળી સબસિડીનું બજેટ વધીને 22 હજાર 800 કરોડથી વધુ થઈ ગયું છે.

આ પણ વાંચો : Loksabha Election: નીતિન ગડકરીએ કહ્યું, ‘ભાજપ 2024માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકાર બનાવશે’

રાજસ્થાનની શું સ્થિતિ છે

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે. અહીં ગેહલોત સરકારે જનતાને દર મહિને 200 યુનિટના વીજળી બિલ પર મોટી રાહત આપી છે. પરંતુ રાજ્યમાં વીજળી પર સબસિડી આપવાની જાહેરાત નવી નથી. રાજસ્થાન સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સબસિડી પર 40 હજાર 278 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. નવી જાહેરાતોથી સરકાર પરનો બોજ વધુ વધવાનો છે. ડિસ્કોમને રાજસ્થાનમાં પાવર કંપનીઓના 4 હજાર 201 કરોડ દેવાના બાકી છે.

વીજળી સબસિડી આપનારા અન્ય રાજ્યો કયા છે?

ગોવા

કેરળ

સિક્કિમ

ત્રિપુરા

મણિપુર

તેલંગાણા

મેઘાલય

જમ્મુ અને કાશ્મીર

ઉત્તર પ્રદેશ

હિમાચલ

પંજાબ

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:56 am, Fri, 2 June 23

Next Article