
બિહારમાં (Bihar) કોરોનાની (Corona) સાંકળ ઝડપથી વધી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 24 કલાકમાં 893 નવા સંક્રમિત મળી આવ્યા છે. આવી સ્થિતિમાં સરકારે પણ કડક નિયંત્રણો (Control) લાદી દીધા છે. બિહારમાં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ (Night curfew) લાદવામાં આવ્યો છે.
આ સાથે નીતીશ કુમારની (Nitish Kumar) સમાજ સુધારણા યાત્રા અને જનતા દરબાર (Janata Darbar) મોકૂફ રાખવામાં આવ્યો છે. આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો ખુલી રાખવાનો સમય રાત્રે 8 વાગ્યા સુધીનો જ કરવામાં આવ્યો છે. આઠમા ધોરણ સુધીના તમામ વર્ગો ઓનલાઈન કરવામાં આવ્યા છે. જ્યારે શાળાઓમાં 9મા, 10મા, 11મા અને 12માના વર્ગો 50 ટકા હાજરી સાથે ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. તમામ કોલેજો પણ 50 ટકા હાજરી સાથે ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. સિનેમા હોલ, જીમ, પાર્ક, ક્લબ, સ્ટેડિયમ અને સ્વિમિંગ પુલ તેમજ શોપિંગ મોલ બંધ કરી દેવામાં આવ્યા છે.
રેસ્ટોરન્ટને 50 ટકા હાજરી સાથે ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે. 50 લોકોને લગ્નમાં આવવાની મંજૂરી આપવામાં આવી છે અને મરણ જેવા પ્રસંગોમાં માત્ર 20 લોકોને જ આવવાની મંજૂરી આપવામાં આવી છે. આ સાથે કોઈ પણ ઈવેન્ટ પહેલા પરવાનગી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ 6 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી સુધી લાગુ રહેશે.
કેવા લાદવામાં આવ્યા નિયંત્રણ
1. રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ રહેશે.
2. આવશ્યક સેવાઓ સિવાય તમામ દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખુલી શકશે.
3. ધોરણ 9, 10, 11 અને 12 અને તમામ કોલેજો 50 ટકા હાજરી સાથે ખુલશે. ઉપરાંત, ઓનલાઈન વર્ગોને પ્રાધાન્ય આપવામાં આવશે.
4. ધોરણ આઠ સુધીના તમામ વર્ગો માત્ર ઓનલાઈન ચાલશે.
5. 9, 10, 11, 12 ના કોચિંગ ક્લાસ 50 % હાજરી સાથે ચાલશે.
6. તમામ સરકારી અને બિનસરકારી કચેરીઓ 50 ટકા હાજરી સાથે ખુલશે. ઓફિસમાં બહારના કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે.
7. આગામી આદેશ સુધી તમામ પૂજા સ્થાનો ભક્તો માટે બંધ રહેશે. માત્ર પૂજારી જ પૂજા કરી શકે છે.
8. સિનેમા હોલ, જીમ, પાર્ક, ક્લબ, સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ સંપૂર્ણપણે બંધ રહેશે.
9. રેસ્ટોરન્ટ, ધાબા વગેરે 50 % ક્ષમતા સાથે ખુલશે.
10. લગ્નમાં વધુમાં વધુ 50 લોકોને અને અંતિમ સંસ્કારમાં 20 લોકોને મંજૂરી આપવામાં આવશે.
11. તમામ રાજકીય, સામાજીક, સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમોમાં વધુમાં વધુ 50 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવશે. પરંતુ આ માટે જિલ્લા વહીવટીતંત્ર પાસેથી પરવાનગી લેવાની રહેશે.
12. શોપિંગ મોલ સંપૂર્ણપણે બંધ રહેશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ