
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) આજે એટલે કે શુક્રવારે સવારે 9.18 વાગ્યે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ (SSLV-D2) લોન્ચ કરવા જઈ રહ્યું છે. નાના ઉપગ્રહોને અવકાશમાં છોડવા માટે રચાયેલ આ સૌથી નાનું રોકેટ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. આ SSLV ની બીજી આવૃત્તિ છે.
લગભગ 15 મિનિટની ઉડાન દરમિયાન, આ રોકેટ ત્રણ ઉપગ્રહોને અવકાશમાં છોડશે, જેમાં ISROના EOS-07, યુએસ સ્થિત ફર્મ એન્ટારિસના જાનુસ-1 અને ચેન્નાઈ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપનો AzaadiSAT-2 સેટેલાઇટનો સમાવેશ થાય છે. ઈસરોના જણાવ્યા અનુસાર, આના દ્વારા પૃથ્વીની નીચેની કક્ષામાં 500 કિલોગ્રામનો ઉપગ્રહ છોડવામાં આવી શકે છે.
#AndhraPradesh | #ISRO to launch Small Satellite Launch Vehicle-SSLV-D2- from Satish Dhawan Space Centre at Sriharikota today to put three satellites EOS-07, Janus-1 & AzaadiSAT-2 satellites into a 450 km circular orbit#TV9News pic.twitter.com/DL198BA0Ib
— Tv9 Gujarati (@tv9gujarati) February 10, 2023
ગયા વર્ષે 9 ઓગસ્ટના રોજ આ રોકેટની પ્રથમ પરીક્ષણ ઉડાન નિષ્ફળ સાબિત થઈ હતી. રોકેટ લોન્ચ કરતી વખતે વેગ સંબંધિત સમસ્યાઓ હતી. ઈસરોની તપાસ બાદ જાણવા મળ્યું છે કે બીજા સ્ટેજને અલગ કરવાના સમયે રોકેટમાં વાઈબ્રેશન થયું હતું, જેના કારણે પ્રયોગ સફળ થઈ શક્યો ન હતો.
Published On - 8:38 am, Fri, 10 February 23