ઉત્તર પ્રદેશની કાનપુર દેહાત પોલીસે મંગળવારે રાત્રે દિલ્હીમાં તેના ઘરે ‘યુપી મેં કા બા’ ગાનાર બિહારની લોક ગાયિકા નેહા સિંહ રાઠોડને નોટિસ પાઠવી છે. વાસ્તવમાં નેહાએ તાજેતરમાં કાનપુર દેહાત આગની ઘટના પર ‘કા બા સીઝન-2’ ગીત ગાયું હતું. આરોપ છે કે તેણે ‘કા બા સીઝન-2’ વીડિયો દ્વારા સમાજમાં નફરત ફેલાવવાનું કામ કર્યું છે.
પોલીસે જારી કરેલી નોટિસમાં નેહાને સાત પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેનો ખુલાસો ત્રણ દિવસમાં આપવાનું કહેવામાં આવ્યું છે. જો ત્રણ દિવસમાં તમામ પ્રશ્નોના સંતોષકારક જવાબો નહીં મળે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે.
નેહાને આપવામાં આવેલી નોટિસમાં પોલીસે તેને પૂછ્યું છે કે તેણે ગાયેલા ગીતો તેણે પોતે લખ્યા છે કે અન્ય કોઈએ. ગીતો લખવા અને ગાવાનો આધાર શું છે. જો ખુલાસો નહીં થાય તો પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરશે. નેહાએ વિધાનસભા ચૂંટણી પહેલા જ ‘યુપી મેં કા બા’ ગીત ગાયું હતું.
Uttar Pradesh: Police issue notice to ‘UP Mein Ka Ba’ fame singer Neha Singh Rathore for inciting hatred
Read @ANI Story | https://t.co/er1gaPzsbM#Uttarpradesh #Nehasinghrathore pic.twitter.com/rvEtebko9T
— ANI Digital (@ani_digital) February 22, 2023
‘यू पी में का बा!’ पर पुलिस का नोटिस..!#Nehasinghrathore #up @Uppolice @myogiadityanath @myogioffice #democracy pic.twitter.com/szZUsqvRCu
— Neha Singh Rathore (@nehafolksinger) February 21, 2023
જણાવી દઈએ કે મંગળવારે સાંજે નેહા સિંહ રાઠોડે પોતાના ટ્વિટર એકાઉન્ટ અને યુટ્યુબ ચેનલ પર આ નોટિસ આપવાનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં નેહા સિંહ પોલીસકર્મીઓને પૂછતી જોવા મળે છે, ‘તમને આટલું બધી પરેશાન કોણ કરી રહ્યું છે?’ સવાલના જવાબમાં પોલીસકર્મીઓ કહે છે કે તમે પરેશાન છો, અમે ક્યાં પરેશાન છીએ. પછી થોડી ચર્ચા પછી, નેહા સિંહ રાઠોડ પોલીસકર્મીએ આપેલી નોટિસની નકલ મેળવવા માટે સહી કરે છે.