એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વાવાઝોડામાં ફસાયું સ્પાઈસજેટનું વિમાન, 40 મુસાફરો થયા ઘાયલ, જુઓ VIDEO

|

May 02, 2022 | 1:10 PM

સ્પાઈસ જેટના પેસેન્જર પ્લેને (Spicejet plane) રવિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર માટે ઉડાન ભરી હતી. પ્લેન એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું ત્યારે ખરાબ હવામાનના કારણે વાવાઝોડામાં ફસાઈ ગયું હતું.

એરપોર્ટ પર લેન્ડિંગ વખતે વાવાઝોડામાં ફસાયું સ્પાઈસજેટનું વિમાન, 40 મુસાફરો થયા ઘાયલ, જુઓ VIDEO
ફાઈલ ફોટો
Image Credit source: Image Credit Source: File Photo

Follow us on

સ્પાઈસ જેટના પેસેન્જર પ્લેને (Spicejet plane) રવિવારે મુંબઈથી પશ્ચિમ બંગાળના (West bengal ) દુર્ગાપુર માટે ઉડાન ભરી હતી. વિમાન દુર્ગાપુરના એંદલમાં કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ પણ પહોંચ્યું હતું. આ પેસેન્જર પ્લેન એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું ત્યારે ખરાબ હવામાનના કારણે વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. પાયલોટ વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં સફળ રહ્યા હતા. મળતી માહિતી મુજબ, આ પ્લેન એરપોર્ટ પર ઉતરતા પહેલા કાલ બૈસાખી વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. લેન્ડિંગ પહેલા તોફાનમાં ફસાયેલ પ્લેન ક્ષણભર માટે હવામાં અટકી ગયું હતું. પ્લેન વાવાઝોડામાં ફસાઈ ગયા બાદ તેની કેબિનનો સામાન પડવા લાગ્યો અને તેના કારણે તેમાં સવાર 40 મુસાફરો ઘાયલ થયા. સ્પાઈસ જેટે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે સ્પાઈસ જેટના બોઈંગ 737 એરક્રાફ્ટે મુંબઈથી દુર્ગાપુરના અંદાલ સ્થિત કાઝી નઝરુલ ઈસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. આ પેસેન્જર પ્લેન એરપોર્ટ પર ઉતરતા પહેલા જ કાલ બૈસાખી વાવાઝોડામાં ફસાઈ ગયું હતું. પ્લેનની કેબિનમાં રાખેલો સામાન પડી જતાં 40 મુસાફરો ઘાયલ થયા હતા. વિમાનના સુરક્ષિત લેન્ડિંગ બાદ તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની રાણીગંજ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં 10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અન્ય 30 ઘાયલોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ આ દુર્ઘટના પર ટ્વિટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે.

સ્પાઈસજેટના પ્રવક્તાએ પણ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, ફ્લાઈટ નંબર SG-945 મુંબઈથી દુર્ગાપુર જઈ રહી હતી. વાવાઝોડામાં ફ્લાઈટ ફસાઈ ગઈ હતી, જેના કારણે કેટલાક મુસાફરોને ઈજા થઈ. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું છે કે, ફ્લાઇટ દુર્ગાપુર પહોંચતાની સાથે જ તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતાં સ્પાઈસજેટ પ્રવક્તાએ કહ્યું કે, અમે ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડી રહ્યા છીએ. તમામ ઘાયલોની સારવાર રાનીગંજની હોસ્પિટલમાં ચાલી રહી છે. ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને તબીબોએ પ્રાથમિક સારવાર બાદ એંધલ ખાતે રીફર કર્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં ઘાયલ થયેલા લગભગ તમામ મુસાફરોને માથામાં ઈજા થઈ છે.

આ દુર્ઘટના વિશે કહેવામાં આવી રહ્યું હતું કે, વાવાઝોડામાં ફસાયા બાદ પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. બાદમાં અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે, પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું નથી. આ એરક્રાફ્ટનું લેન્ડિંગ દુર્ગાપુરના જ એંદલમાં સ્થિત કાઝી નઝરુલ ઇસ્લામ એરપોર્ટ પર થવાનું હતું. આ પ્લેન લેન્ડિંગ પહેલા કાલ બૈસાખી વાવાઝોડામાં ફસાઈ ગયું હતું.

આ પણ વાંચો: Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 6:32 am, Mon, 2 May 22

Next Article