ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત

|

Dec 09, 2021 | 11:59 PM

ગયા મહિને 27 નવેમ્બરે બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઈટને ખરાબ એન્જિનની ચેતવણીને પગલે નાગપુર એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી.

ટેકનીકલ ખામી સર્જાતા ટેક-ઓફ બાદ પાછી ફરી સ્પાઈસ જેટની મુંબઈ-કોલકાતા ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત
SpiceJet. (File Photo)

Follow us on

સ્પાઈસ જેટની (Spice Jet) મુંબઈ-કોલકાતા ફ્લાઈટ ( Mumbai Kolkata Flight) આજે ટેક્નિકલ સમસ્યાને કારણે ટેક-ઓફ કર્યા બાદ મુંબઈ પરત ફરી હતી. સ્પાઈસ જેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફ્લાઈટ મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર સુરક્ષિત રીતે લેન્ડ થઈ હતી. આ મહિનાની શરૂઆતમાં દિલ્હીથી નેવાર્ક જતી એર ઈન્ડિયા (Air India Flight) ની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી (Medical Emergency) ના કારણે ભારત પરત ફરવું પડ્યું હતું.

એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે ફ્લાઈટે 3 કલાકથી વધુ સમય ઉડાન ભરી હતી, પરંતુ તે પછી મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને દિલ્હી (Delhi) પરત ફરવું પડ્યું. આ જ મહિનામાં, બાંગ્લાદેશની રાજધાની ઢાકાથી આવો જ એક કિસ્સો નોંધાયો હતો, જ્યાં મલેશિયન એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર મળતાં વિમાનને હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (Hazrat Shahjalal International Airport) પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. જો કે, આ સમાચાર ખોટા હોવાનું બહાર આવ્યું છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

બાંગ્લાદેશની સિવિલ એવિએશન ઓથોરિટીએ કહ્યું કે ઢાકાના હઝરત શાહજલાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (HSIA) પર મુસાફરો, તેમના સામાન અને વિમાનની સંપૂર્ણ શોધ કર્યા પછી, મલેશિયન એરલાઈન્સના વિમાનમાં બોમ્બ હોવાના અહેવાલો ખોટા નીકળ્યા. મલેશિયાથી ફોન પર અમને મળેલી માહિતી ખોટી હોવાનું બહાર આવ્યું છે.

ખરાબ એન્જિનની ચેતવણી બાદ નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

ગયા મહિને 27 નવેમ્બરે બેંગ્લોરથી પટના જતી ગો ફર્સ્ટ ફ્લાઈટને (Go First Flight) ખરાબ એન્જિનની ચેતવણીને પગલે નાગપુર એરપોર્ટ (Nagpur Airport) પર ડાયવર્ટ કરવામાં આવી હતી. આ વિમાન પટના જઈ રહ્યું હતું અને તેમાં 139 મુસાફરો સવાર હતા. વિમાનના કેપ્ટને સાવચેતીના ભાગરૂપે એન્જિન બંધ કરવું પડ્યું હતું. આ પછી, કેપ્ટને સમજદારીપૂર્વક પ્લેનને નાગપુર એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવ્યું. આ પછી મુસાફરો માટે બીજા પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.

સાઉદી અરેબિયા માટે ઉડાન ભરી રહેલા એર ઈન્ડિયા એક્સપ્રેસના વિમાનના કાચમાં તિરાડ જોવા મળતાં તેને તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. ટેક-ઓફના એક કલાકમાં કાચમાં તિરાડ જોઈને પાઈલટે તિરુવનંતપુરમ પરત ફરવાનું નક્કી કર્યું હતું. કોવિડ-19 પ્રતિબંધને કારણે કેટલાક સ્થળોની આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધને કારણે, એરક્રાફ્ટમાં કોઈ મુસાફરો નહોતા અને તે નૂર પરિવહનમાં રોકાયેલું હતું. પ્લેનમાં આઠ ક્રૂ મેમ્બર હતા.

 

આ પણ વાંચો :  Maharashtra: પ્રથમ ઓમિક્રોન કેસનો કોરોના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી મળી રજા, 7 દિવસ ક્વોરેન્ટાઈન રહેવાની સલાહ

Published On - 11:58 pm, Thu, 9 December 21

Next Article