ED ઓફિસથી નીકળી સોનિયા ગાંધી, નેશનલ હેરાલ્ડ કેસમાં તપાસ એજન્સી બપોરે 3.30 વાગ્યે ફરીથી કરશે પૂછપરછ

|

Jul 26, 2022 | 3:30 PM

Sonia Gandhi Update : ED દ્વારા સોનિયા ગાંધીની (Sonia Gandhi) પૂછપરછના વિરોધમાં કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. નેશનલ હેરાલ્ડ કેસમાં તપાસ એજન્સી તેની પૂછપરછ કરી રહી છે.

ED ઓફિસથી નીકળી સોનિયા ગાંધી, નેશનલ હેરાલ્ડ કેસમાં તપાસ એજન્સી બપોરે 3.30 વાગ્યે ફરીથી કરશે પૂછપરછ
sonia gandhi

Follow us on

નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બીજો રાઉન્ડમાં પૂછપરછ થઈ કરી છે. મંગળવારે કોંગ્રેસ અધ્યક્ષની લગભગ 3 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ તપાસ એજન્સીએ તેમને બપોરે લંચ બ્રેક આપ્યો છે. EDએ સોનિયા ગાંધીને (Sonia Gandhi) બપોરે 3.30 વાગ્યે ફરી પૂછપરછ માટે બોલાવ્યા છે. મંગળવારે સવારે સોનિયા ગાંધી પુત્રી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે EDની ઓફિસ પહોંચી હતી.

કોંગ્રેસના મુખ્યાલયની બહાર પણ કાર્યકરોએ કર્યું પ્રદર્શન

બીજી તરફ સોનિયા ગાંધીની ED સમક્ષ હાજર થવા અને પૂછપરછ કરવાના વિરોધમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દેશભરમાં સત્યાગ્રહ કરી રહ્યા છે. દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયની બહાર પણ કાર્યકરોએ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસના સાંસદોએ સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી પદયાત્રા કાઢવાનો પણ પ્રયત્ન કર્યો હતો પરંતુ પોલીસે તેને વિજય ચોક પર જ અટકાવ્યા હતા.

રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓ કસ્ટડીમાં

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળના કેટલાક વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ મંગળવારે નેશનલ હેરાલ્ડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં સોનિયા ગાંધીની EDની પૂછપરછનો વિરોધ કર્યો હતો. જેના પગલે તેમને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. મુખ્ય વિપક્ષી પાર્ટીએ EDની કાર્યવાહીને રાજકીય દ્વેષપૂર્ણ કૃત્ય ગણાવ્યું અને કહ્યું કે, માત્ર સત્ય જ આ તાનાશાહીનો અંત લાવશે. રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય કેટલાક સાંસદો સંસદ ભવનથી નીકળીને રાષ્ટ્રપતિ ભવન તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, પરંતુ પોલીસે તેમને વિજય ચોક ખાતે અટકાવ્યા હતા. આ પછી આ નેતાઓએ ત્યાં ધરણા કર્યા. થોડા સમય બાદ પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓને કસ્ટડીમાં લીધા હતા.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

‘સરમુખત્યારશાહી જુઓ, શાંતિપૂર્ણ પ્રદર્શન કરી શકતા નથી’

બાદમાં રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, “સરમુખત્યારશાહી જુઓ, શાંતિપૂર્ણ પ્રદર્શન નહીં કરી શકીએ, મોંઘવારી અને બેરોજગારી પર ચર્ચા નહીં કરી શકીએ. પોલીસ અને એજન્સીઓનો દુરુપયોગ કરીને, અમારી ધરપકડ કરીને પણ તમે અમને ક્યારેય ચૂપ કરી શકશો નહીં. માત્ર ‘સત્ય’ જ આ સરમુખત્યારશાહીનો અંત લાવશે.’

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, પોલીસે કોંગ્રેસના સાંસદોને વિજય ચોકમાં રોક્યા. અમને રાષ્ટ્રપતિ ભવન જતા અટકાવવામાં આવ્યા હતા. બળજબરીથી ધરપકડ કરવામાં આવી હતી. હવે અમે પોલીસની પાસે છીએ, માત્ર વડાપ્રધાન અને ગૃહમંત્રીને જ ખબર છે કે અમને ક્યાં લઈ જવામાં આવે છે. કોંગ્રેસનું કહેવું છે કે-પાર્ટી હેડક્વાર્ટરમાં વિરોધ કરી રહેલા તેના ઘણા નેતાઓને પણ પોલીસે કસ્ટડીમાં લીધા છે. (ઇનપુટ માંથી)

Next Article