Solar Eclipse 2021: જાણો 2021માં ક્યારે થશે સૂર્યગ્રહણ અને ક્યારે બની શકશો ‘Ring of Fire’નાં સાક્ષી

|

Jun 08, 2021 | 12:04 PM

Solar Eclipse 2021 : સામાન્ય રીતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણએ બ્રહ્માંડની અજોડ ઘટના છે. મુખ્યત્વે, ​​ચંદ્રગ્રહણના થોડા દિવસ પછી સુર્યગ્રહણની ઘટના બને છે. 2021માં 10 જુને સુર્યગ્રહણની અવકાશી ઘટના બનશે. 2021માં સૂર્યગ્રહણ બપોરનાં 01:42 વાગ્યેથી શરૂ થશે અને 06:41 PM સુધી રહેશે.

Solar Eclipse 2021: જાણો 2021માં ક્યારે થશે સૂર્યગ્રહણ અને ક્યારે બની શકશો Ring of Fireનાં સાક્ષી
Solar Eclipse

Follow us on

Solar Eclipse 2021 : સામાન્ય રીતે સૂર્યગ્રહણ (Solar Eclipse) અને ચંદ્રગ્રહણએ બ્રહ્માંડની અજોડ ઘટના છે. મુખ્યત્વે, ​​ચંદ્રગ્રહણના થોડા દિવસ પછી સુર્યગ્રહણની ઘટના બને છે. 2021માં 10 જુને સુર્યગ્રહણની અવકાશી ઘટના બનશે ,જે બપોરનાં 01:42 વાગ્યેથી શરૂ થશે અને 06:41 pm સુધી રહેશે.

સૂર્યગ્રહણ

2021માં અવકાશી ઘટના સૂર્યગ્રહણએ ચંદ્રગ્રહણના(Lunar Eclipse) થોડા દિવસ પછી આવે છે. જ્યારે ચંદ્રનો પડછાયો પૃથ્વી (Earth) પર પડે છે અને સુર્યનો પ્રકાશ અવરોધાય છે, ત્યારે સૂર્યગ્રહણની અવકાશી ઘટના (Celestial Phenomenon)બનતી હોય છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ વર્ષમાં આગામી 10 જૂને ચંદ્રનો પૃથ્વી પર પડછાયો પડશે અને સૂર્યનો પ્રકાશ અવરોધિત થશે ત્યારે લોકો ‘રીંગ ઓફ ફાયર’ ને જોઈ શકશે. આ સુર્યગ્રહણનો બપોરનાં 01:42 વાગ્યેથી શરૂ થશે અને 06:41 PM સુધી રહેશે.

બ્લડ મુન(Blood moon), સુપર મુન (Super Moon)અને ચંદ્રગ્રહણની ઘટના પછી બીજી આકાશી ઘટના આજુ બાજુ હોવાનું સામે આવ્યું હતુ. મુખ્યત્વે આ મહિનાનાં અંતમાં લોકોને સુર્યની આસપાસ જોવા મળતા “રીંગ ઓફ ફાયર” નાં સાક્ષી બની શકશે, કારણ કે 2021નું પહેલું સૂર્યગ્રહણ 10 જુનનાં રોજ થશે.

સૂર્યગ્રહણમાં “રીંગ ઓફ ફાયર”નું દુર્લભ દૃશ્ય ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે અવરોધે છે અને પૃથ્વી પર સુર્યનો પડછાયો પડતો નથી. ઉપરાંત ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી એક સાથે રિંગના વાઇબ્રેન્ટ (vibrate) રંગીન બેન્ડની રચના કરશે ત્યારે સૂર્યગ્રહણની અવકાશી ઘટના બનશે અને આ ગ્રહણીય સૂર્યગ્રહણનો સમયગાળો એક કલાકથી વધુનો રહેશે.

રીંગ ઓફ ફાયર

સૂર્યગ્રહણ દરમિયાન, પૃથ્વી પર ચંદ્રનો એક પડછાયો છે અને ચંદ્ર  જે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે, જેથી સૂર્યપ્રકાશ અવરોધાય છે. જેમ જેમ ચંદ્ર સૂર્યના કેન્દ્ર(center)ને આવરી લે છે અને એક અજવાળાનો પ્રકાશ પ્રગટ કરે છે, ત્યારે ‘રીંગ ઓફ ફાયર’નું નિર્માણ થાય છે. દુર્ભાગ્યવશ ફક્ત વિશ્વના કેટલાક ભાગોમાં જ આગામી 10 તારીખના આ સૂર્યગ્રહણને જોઈ શકાશે.

આ સૂર્યગ્રહણ દરમ્યાન, ચંદ્ર સૂર્યને સંપૂર્ણપણે આવરી લેવામાં નિષ્ફળ જશે કારણ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર હંમેશાં લંબગોળ અને અંડાકાર ભ્રમણકક્ષાને કારણે બદલાતું રહે છે. આ જ કારણ છે કે આપણે સુપરમૂનનાં સાક્ષી બનીએ છીએ અને આના કારણે જ કેટલીકવાર ચંદ્ર સામાન્ય કરતા નાનો અથવા મોટો દેખાય છે.

ક્યાં જોવા મળશે સુર્યગ્રહણ

એક અહેવાલ મુજબ, સુર્યગ્રહણ કોનેડાનાં  ઉતર અન્ટારીયો (North ontario)અને સુપ્રિઅર તળાવની ઉત્તર તરફથી શરૂ થશે. કેનેડામાં લગભગ ત્રણ મિનિટ સુધી અગ્નિની રીંગ(Ring of Fire) દેખાશે, જ્યારે ગ્રીનલેન્ડમાં સૂર્યગ્રહણ ચરમસીમાએ પહોંચશે ત્યારે રીંગ ઓફ ફાયર જોવા મળશે, જેને પગલે તે સાઇબેરીયા અને ઉત્તર ધ્રુવમાં જોવા મળશે. જ્યારે યુ.એસમાં (US)લોકોને સૂર્યોદય પછી આંશિક સૂર્યગ્રહણ જોવાની તક મળશે.

 

Next Article