Manipur Violence: મણિપુરમાં સ્થિતિ વણસી, 9 ધારાસભ્યોએ PMOને લખ્યો પત્ર, કહ્યું- રાજ્ય સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે

|

Jun 21, 2023 | 10:33 AM

મણિપુરમાં 45 દિવસ બાદ પણ હિંસા અટકી રહી નથી. મેતેઈ સમુદાયના નવ ધારાસભ્યોએ પીએમઓને એક મેમોરેન્ડમ સુપરત કર્યું છે. એવું કહેવાય છે કે લોકોનો રાજ્ય સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. આમાંથી ચાર ધારાસભ્યો એવા છે કે જેમણે હિંસાના એક મહિના પહેલા સરકારના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું.

Manipur Violence: મણિપુરમાં સ્થિતિ વણસી, 9 ધારાસભ્યોએ PMOને લખ્યો પત્ર, કહ્યું- રાજ્ય સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે
Manipur 9 MLAs wrote a letter to the PMO

Follow us on

Manipur:  હિંસાથી મણિપુરની હાલત નાજુક છે. બે સમુદાયો આમને સામને આવી ગઈ છે. ત્યારે ગૃહમંત્રી અમિત શાહની મુલાકાત બાદ શાંતિની આશા હતી, પરંતુ સ્થિતિ ફરી વણસી રહી છે. એક તરફ લોકો હથિયાર ઉઠાવી રહ્યા છે. બીજી તરફ, મણિપુરના મેતેઈ સમુદાયના નવ ધારાસભ્યોએ પીએમઓને પત્ર મોકલ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે લોકોનો મણિપુરની વર્તમાન સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

મણિપુરમાં હિંસા 3 મેના રોજ શરૂ થઈ હતી, પરંતુ તેના એક મહિના પહેલા ભાજપના ચાર ધારાસભ્યોએ તેમના પદ છોડી દીધા હતા. જો કે તત્કાલીન સીએમ બિરેન સિંહે કહ્યું હતું કે દરેકની પોતાની સમસ્યાઓ છે, તેથી જ તેમણે પદ છોડ્યું છે. બાકી સરકારમાં કોઈ સમસ્યા નથી. હવે, મેમોરેન્ડમ સબમિટ કરનારા નવ ધારાસભ્યોમાંથી, ચાર ધારાસભ્યો એવા છે જેમણે અગાઉ તેમના વહીવટી અને સલાહકાર પદો પરથી રાજીનામું આપ્યું હતું.

મેઈતીના ધારાસભ્યો મળ્યા

હવે મણિપુરના સીએમ બિરેન સિંહની મુશ્કેલીઓ વધી શકે છે. આ બધું તે જ દિવસે બન્યું જ્યારે 30 મેઇતી ધારાસભ્યોનું એક પ્રતિનિધિમંડળ દિલ્હીમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, નિશિકાંત સિંહને મળ્યું. મણિપુર હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં ભારે જાનહાનિ થઈ રહી છે. સ્થિતિને સામાન્ય બનાવવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ ખાસ સુધારો દેખાતો નથી. જે નવ ધારાસભ્યોએ પીએમઓને મેમોરેન્ડમ સુપરત કર્યું છે તેઓએ લખ્યું છે કે તેઓ વર્તમાન સરકારમાંથી સંપૂર્ણ રીતે વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે. આ હિંસાની અસર એ થઈ છે કે જે હાથમાં પહેલા પુસ્તક અને પેન હતી તે હાથમાં હવે બંદૂકો, દૂરબીન, ગોળીઓ અને ખતરનાક હથિયારો છે.

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

પેન છોડો અને બંદૂક પકડો

કુકી અને મેતેઈ બંને તેમના લોકોની સલામતી માટે શસ્ત્રો લઈને બંકરમાં પ્રવેશ્યા છે. તેમના બંકરમાં રાઇફલ્સ, ઇન્ટરકોમ અને દૂરબીન છે. આમાંના ઘણા લોકો હિંસા પહેલા નોકરીમાં હતા. શાંતિપૂર્ણ જીવન જીવતા હતા. ઘણા યુવાનો સરકારી નોકરીની તૈયારીમાં વ્યસ્ત હતા. મણિપુરના લોકોને ખાતરી આપવામાં આવી છે કે રાજ્ય અને કેન્દ્રના સુરક્ષા દળો તેમને સુરક્ષા પૂરી પાડી રહ્યા છે, પરંતુ હવે તેમનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

એટલા માટે આ લોકોએ પોતાના રક્ષણ માટે હથિયાર ઉપાડી રહ્યા છે. હિંસા 3 મેના રોજ શરૂ થઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયા છે. 45 થી વધુ દિવસ વીતી ગયા. લગભગ 2000 ઘરો અને દુકાનો બળી ગઈ છે. ભારતીય સેના, આસામ રાઈફલ્સ, સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને મણિપુર પોલીસની ઘણી કંપનીઓ અહીં શાંતિ સ્થાપવા માટે તૈનાત છે. આમ છતાં અહીં હિંસા થઈ રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article