યુપીના સીતાપુરમાં છેલ્લા 36 કલાકથી નજરકેદ રહેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે ધરપકડ કરી છે. પ્રિયંકા પર કલમ -144 ના ભંગ અને શાંતિ ભંગની કલમો લાદવામાં આવી છે. તેમને ટૂંક સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરી શકાય છે. આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટર પર લખીમપુર હિંસા સંબંધિત વીડિયો શેર કરીને પીએમ નરેન્દ્ર મોદીને પ્રશ્નો પૂછ્યા હતા. પ્રિયંકા ગાંધીએ જાહેરાત કરી હતી કે પોલીસ ઇચ્છે તો તેની ધરપકડ કરી શકે છે, પરંતુ તે ખેડૂત પરિવારોને મળ્યા વિના પરત નહીં આવે.
હરગાંવ પોલીસ સ્ટેશનના એસએચઓએ કહ્યું કે પ્રિયંકા ગાંધી સિવાય સાંસદ દીપેન્દ્ર સિંહ હુડા, કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમાર લલ્લુ સહિત 11 લોકો વિરુદ્ધ શાંતિ ભંગની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટર દ્વારા એક વીડિયો જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે – આ વીડિયોમાં તમારી સરકારના એક પ્રધાનનો પુત્ર ખેડૂતોને કાર નીચે કચડી નાખે છે. આ વિડીયો જુઓ અને આ દેશને જણાવો કે આ પ્રધાનને શા માટે બરતરફ કરવામાં આવ્યા નથી. અને આ છોકરાની હજુ સુધી ધરપકડ કેમ કરવામાં આવી નથી. તમે મારા જેવા વિપક્ષી નેતાઓને કોઈપણ આદેશ અને FIR વગર કસ્ટડીમાં રાખ્યા છે. તેમણે આગળ સવાલ કર્યો કે આ માણસ હજુ પણ કેમ પોલીસની પહોચથી દૂર છે ?
લખનૌ એરપોર્ટ પર ધરણા પર બેઠેલા ભૂપેશ બઘેલ
દરમિયાન, જ્યારે છત્તીસગઢના મુખ્યપ્રધાન ભુપેશ બઘેલ પ્રિયંકા ગાંધીને મળવા લખનૌ પહોંચ્યા ત્યારે તેમને એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા. આ પછી, બઘેલે એરપોર્ટના ફ્લોર પર બેસીને ધરણા શરૂ કર્યા. બઘેલે કહ્યું કે તેઓ પ્રિયંકા ગાંધીને મળવા સીતાપુર આવ્યા છે, પરંતુ તેમને લખનૌ એરપોર્ટથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં નથી આવી રહી.
“I came to Lucknow to proceed to meet Priyanka Gandhi ji at Sitapur. But I am not being allowed to leave the airport, says Chhattisgarh CM and Congress leader Bhupesh Baghel pic.twitter.com/0xBubvHVxm
— ANI UP (@ANINewsUP) October 5, 2021
પ્રિયંકાની ધરપકડ ગેરકાયદેઃ પી. ચિદમ્બરમ
બીજી બાજુ, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે આ બાબતે કહ્યું- “તે સંપૂર્ણપણે ગેરકાયદેસર અને શરમજનક છે. સવારે 4.30 વાગ્યે સૂર્યોદય પહેલા એક પુરુષ પોલીસ અધિકારી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેને હજુ સુધી ન્યાયિક મેજિસ્ટ્રેટ પાસે લઈ જવાયા નથી.
આ પણ વાંચોઃ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું કે કેવી રીતે FPO દ્વારા ખેડૂતોની આવક બમણી-ત્રણ ગણી થઈ
Published On - 2:51 pm, Tue, 5 October 21