સિક્કિમને બચાવવાની તાતી જરૂર, જો એ આમ જ મૌસમનો માર સહેતુ રહેશે તો એક હતુ સિક્કિમ કહેવુ પડશે

સિક્કિમ તેની સુંદરતા માટે ભારત જ નહીં વિશ્વભરમાં જાણીતુ છે પરંતુ આ સિક્કિમ પર છેલ્લા થોડા વર્ષોથી જે પ્રકારે કુદરત રૂઠી છે અને જે હદે તેના પર કુદરતી માર પડી રહ્યો છે તેમાંથી તેને ઉગારી લેવાની, બચાવી લેવાની તાતી જરૂર છે. જો સિક્કિમ મૌસમનો માર આમ જ સહેતુ રહેશે તો કુદરતી વિનાશ ક્યાંક તેને ભૂતકાળ બનાવીને રાખી દેશે અને આપણે ઇતિહાસમાં એક હતુ સિક્કિમ લખવુ પડશે.

સિક્કિમને બચાવવાની તાતી જરૂર, જો એ આમ જ મૌસમનો માર સહેતુ રહેશે તો એક હતુ સિક્કિમ કહેવુ પડશે
| Updated on: Jun 06, 2025 | 8:54 PM

ભારતનું બીજુ સૌથી નાનું રાજ્ય સિક્કિમ તેની સુંદરતા, જૈવ વિવિધતા માટે વિશ્વભરમાં જાણીતું છે. પ્રવાસીઓ માટે અહીના ગગનચુંબી પર્વતો, ત્યાં પડેલી સફેદ ચાદર કોઈ સ્વર્ગતી કમ નથી. પરંતુ આ જન્નતને છેલ્લા થોડા વર્ષોથી નજર લાગી ગઈ છે. જે વરસાદ લોકોના ચહેરા પર સ્મિત લાવતો હતો. વાતાવરણને વધુ રંગીન બનાવતો હતો અને અહીંની સુંદરતામાં જે ચાર ચાંદ લગાવતો હતો એ જ વરસાદ હવે આફત બની રહ્યો છે. વિનાશ અને મોતની કહાની બની રહ્યો છે. સિક્કિમમાં દર વર્ષે વરસાદ લાવે છે વિનાશ સિક્કિમની આબોહવામાં છેલ્લા થોડા વર્ષોથી ઘણુ પરિવર્તન આવ્યુ છે. ત્યાંની પરિસ્થિતિ એટલી અનુકૂળ નથી દેખાતી. ખાસ કરીને વાત જ્યારે નોર્થ સિક્કિમની હોય છે તો ત્યાં વરસાદ જરૂરથી વધુ પડી રહ્યો છે. ભૂસ્ખલન પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યુ છે. આ ઉપરાંત ગ્લોબલ વોર્મિંગની પણ અસર દેખાવા લાગી છે. વર્ષ 2023માં આવેાલા અચાનક પૂરમાં અનેક લોકોના જીવ ગયા હતા. અનેક પ્રવાસીઓ ફસાયા હતા અને ભારે નુકસાન વેઠવુ પડ્યુ હતુ. હવે 2025માં ફરી એવી સ્થિતિ...

Published On - 8:52 pm, Fri, 6 June 25

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો