Sidhu Moose Wala Murder Case: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની આખરે કબુલાત, કહ્યું હા, મેં સિદ્ધુ મુસેવાલાને માર્યો છે.

Lawrence Bishnoi on Sidhu Moose Wala Murder: પંજાબના પ્રખ્યાત ગાયક સિદ્ધુ મુસેવાલા(Sidhu Moosewala)ની 29 મેની સાંજે નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં હવે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi)એ મોટો ખુલાસો કર્યો છે.

Sidhu Moose Wala Murder Case: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની આખરે કબુલાત, કહ્યું હા, મેં સિદ્ધુ મુસેવાલાને માર્યો છે.
Gangster Lawrence Bishnoi's last confession, said yes, I have killed Sidhu Musewala.
| Edited By: | Updated on: Jun 03, 2022 | 11:47 AM

Lawrence Bishnoi on Sidhu Moose Wala Murder: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા (Sidhu Moose Wala Murder)કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ(Lawrence Bishnoi)એ મોટો ખુલાસો કર્યો છે. તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે આ હત્યા તેણે જ કરી છે. બિશ્નોઈએ પોલીસને કહ્યું છે કે, ‘હા, મેં સિદ્ધુ મૂસેવાલાને મારી નાખ્યો છે.’ સૂત્રોના જણાવ્યા અનુસાર, બિશ્નોઈએ દિલ્હી પોલીસને આ વાતનો ખુલાસો કર્યો છે. 

સિદ્ધુ મુસેવાલાની હત્યામાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું નામ સામે આવ્યું હતું. પંજાબી ગાયક મૂઝવાલાની 29 મે, રવિવારની સાંજે હત્યા કરવામાં આવી હતી. તે સમયે તે પોતાની મહિન્દ્રા થાર કારમાં માણસા જિલ્લામાં ક્યાંક જઈ રહ્યો હતો. મુસેવાલા સાથે તેના મિત્રો પણ કારમાં બેઠા હતા. જેઓ હુમલામાં ગોળીબારમાં ઘાયલ થયા હતા. જણાવવું રહ્યું કે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર હુમલાખોરોએ તેના ઉપર ચલાવેલી ગોળીઓમાંથી સિદ્ધુના શરીર ઉપર 19 ગોળીઓ વાગી હતી. જેના કારણે સિદ્ધુ મુસેવાલા 15 મિનિટમાં જ મૃત્યુ પામ્યો હતો. તમને જણાવી દઈએ કે 28 વર્ષીય મૂસેવાલાની 29 મે, રવિવારે પંજાબના માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 

પંજાબ સરકારે ગાયક-રાજકારણીની સુરક્ષા રદ કર્યાના દિવસો પછી, અજાણ્યા બંદૂકધારીઓએ માનસાના જવાહરકે ગામમાં મૂસેવાલા પર હુમલો કર્યો અને તેમની થાર કાર પર ગોળીબાર કર્યો. AN-94 એસોલ્ટ રાઇફલ સહિત ઓછામાં ઓછા ત્રણ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સ્થળ પરથી કારતુસના 30 ખાલી ખોખાઓ મળી આવ્યા હતા. કેનેડા સ્થિત ગેંગસ્ટર અને લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય ગોલ્ડી બ્રારે મુસેવાલાની હત્યાની જવાબદારી સ્વીકારી હતી.

લોરેન્સ બિશ્નોઈ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. તેણે સિદ્ધુ મુસેવાલાની હત્યાના એક દિવસ બાદ પોતાના વકીલ મારફતે સુરક્ષા વધારવાની માગ કરી છે. દિલ્હીની પટિયાલા કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, “આરોપી વિદ્યાર્થી એક રાજકીય નેતા છે અને રાજકીય દુશ્મનાવટને કારણે તેની વિરુદ્ધ પંજાબ અને ચંદીગઢ રાજ્યોમાં ઘણા ખોટા કેસ નોંધાયેલા છે.” અને આરોપીને પંજાબ પોલીસ દ્વારા નકલી એન્કાઉન્ટર થવાનો ડર છે

Published On - 11:47 am, Fri, 3 June 22