Breaking News : મોટી દુર્ઘટના ! ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થવાથી એક મજૂરનું મોત, 8 કાટમાળ નીચે દટાયા

ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી.

Breaking News : મોટી દુર્ઘટના ! ફેક્ટરીનો સ્લેબ ધરાશાયી થવાથી એક મજૂરનું મોત, 8 કાટમાળ નીચે દટાયા
| Edited By: | Updated on: Mar 07, 2023 | 7:54 AM

ઉત્તર પ્રદેશના સીતાપુરમાં હોળી પહેલા સોમવારે મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં એક નિર્માણાધીન ફેક્ટરીનો સ્લેબ અચાનક ધરાશાયી થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક મજૂરનું ઘટનાસ્થળે જ મોત થયુ જ્યારે આઠ મજૂરો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મહત્વનું છે કે  માહિતી મળતાં જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને કાટમાળ નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢ્યા. હાલ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

આ ઘટના મોડી રાત્રે બની હતી. ખૈરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ટોલ પ્લાઝા પાસે બારાભારી ગામમાં જ્યુસ ફેક્ટરીનું બાંધકામ ચાલી રહ્યું હતું. ફેક્ટરીમાં બે ડઝનથી વધુ મજૂરો કામ કરી રહ્યા હતા.આ દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડ્યો હતો. તો આ તરફ ઘટનાની માહિતી મળતાં જ એસડીએમ સદર, સીઓ સિટી, ફાયર બ્રિગેડ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કાર્ય શરૂ કરવામા આવ્યુ હતુ.

ત્રણ જેસીબી લગાવીને ફસાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા

કાટમાળ હટાવવા માટે ત્રણ જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેની નીચે દટાયેલા મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા.અકસ્માતમાં બારાભારીમાં રહેતા અજયના પુત્ર શિવરામનું મોત થયું હતું જ્યારે 8 જેટલા મજૂર ઘાયલ થયા હતા.

 ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે……….

આપને જણાવી દઈએ કે, ઈજાગ્રસ્ત મજૂરોને BCM અને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. બીજી તરફ, ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ઘટના પછી લગભગ એક કલાક સુધી ફેક્ટરીનો ગેટ ખોલવામાં આવ્યો ન હતો, જેના કારણે બચાવ કામગીરીમાં વિલંબ થયો હતો.

Published On - 7:27 am, Tue, 7 March 23