PHOTOS : ઠેર ઠેર ઉજવાયો કૃષ્ણ જન્મોત્સવ, મથુરા સહિત આખા દેશમાં મધરાતે થઈ કૃષ્ણજન્મની ઉજવણી

|

Sep 08, 2023 | 7:14 AM

Janmashtami 2023 : ભગવાન કૃષ્ણના જન્મોત્સવને લઈને આખુ ભારત મધરાત સુધી જાગ્યુ હતુ. જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દેશમાં દરેક જગ્યાએ ભગવાન કૃષ્ણનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોએ કાન્હાના દર્શન કર્યા હતા. આ ઉત્સવમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી કૃષ્ણ ભક્તો મંદિર પહોંચ્યા હતા.

1 / 6
જન્માષ્ટમી નિમિત્તે વ્રજમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા.મથુરા-વૃંદાવનના માર્ગો પર સર્વત્ર ભક્તોની ભીડ જોવા મળી હતી.

2 / 6
ભગવાન કૃષ્ણના ભક્તો સવારથી જ દર્શન કરી રહ્યા હોવા છતાં મધરાતે શ્રી કૃષ્ણ જન્મસ્થળ પર અભિષેક વિધિ માટે લોકોની અભૂતપૂર્વ ભીડ જોવા મળી હતી.

3 / 6
આ ઉત્સવમાં ભાગ લેવા માટે દૂર-દૂરથી કૃષ્ણ ભક્તો અહીં પહોંચે છે. વહીવટીતંત્રે તમામ શ્રદ્ધાળુઓને કતારમાં ઊભા રહેવા અને અભિષેકના દર્શન કરવા માટે તેમના વારાની રાહ જોવા જણાવ્યું છે.

4 / 6
મંદિરના પૂજારી જ્ઞાનેન્દ્ર ગોસ્વામીએ જણાવ્યું કે બાંકે બિહારી મંદિરમાં મોડી રાત્રે 2 વાગ્યે મંગળા આરતી યોજાઈ હતી, પરંતુ આતુર ભક્તોએ સાંજથી જ લાઈનો લગાવવાનું શરૂ કરી દીધું હતું.

5 / 6
ગત વર્ષે જન્માષ્ટમી દરમિયાન થયેલી નાસભાગમાં બે શ્રદ્ધાળુઓના મોત થયા હતા અને સાત ઘાયલ થયા હતા.

6 / 6
નાસભાગ જેવી સ્થિતિને ટાળવા માટે, બાંકે બિહારી મંદિરની અંદર ભક્તોના પ્રવેશને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Next Photo Gallery