
મુળ ભારતીય શ્રી સૈની હાલમાં અમેરિકાના વોશિંગ્ટનમાં રહે છે અને MWA નેશનલ બ્યુટી વિથ પર્પઝની એમ્બેસેડર પણ છે.

શ્રી સૈનીએ અનેક મુશ્કેલીઓ સામે લડીને સફળતાના શિખર સર કર્યા છે.તે માત્ર 12 વર્ષની હતી,ત્યારે હદયની બિમારીને કારણે કાયમી પેસમેકરનો સહારો લેવો પડ્યો હતો. અને એક મોટી કાર દુર્ઘટનામાં તેને મોટાભાગનો ચહેરો બળી ગયો હતો.પરંતુ તેમની કમજોરીને તાકાત બનાવીને સૈનીએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે.

શ્રી સૈનીએ મિસ ઇન્ડિયા યુએસ 2017, મિસ ઇન્ડિયા વર્લ્ડવાઇડ 2018, મિસ વર્લ્ડ વોશિંગ્ટન 2019 નો ખિતાબ પણ જીત્યો છે.